મુખ્ય નિર્વાચન અધિકારીએ ''ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત''ની થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લું મૂક્યું
ગાંધીનગર, 18 એપ્રિલ (હિ.સ.). મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ 18 એપ્રિલે ''વિશ્વ વિરાસત દિન નિમિત્ત
અમદાવાદ ખાતે પ્રદર્શન યોજાયું


અમદાવાદ ખાતે પ્રદર્શન યોજાયું


ગાંધીનગર, 18 એપ્રિલ (હિ.સ.). મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ 18 એપ્રિલે ''વિશ્વ વિરાસત દિન નિમિત્તે'' અમદાવાના ભદ્ર કિલ્લા ખાતે ''ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત''ની થીમ પર આયોજીત એક દિવસીય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી. પલસાણા, જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે. તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર સી. એમ. ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

ભારતમાં ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે વિશ્વ વિરાસત દિન નિમિત્તે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક ભદ્ર કિલ્લા ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની ચૂંટણીગાથાને રજૂ કરતી તસવીરોનું અનોખું પ્રદર્શન આયોજીત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રથમ ચૂંટણીથી લઇને સાંપ્રત ઇલેક્શન સુધીની; ફોટોગ્રાફર સુખદેવ ભચેચ અને કલ્પેશ ભચેચ દ્વારા કંડરવામાં આવેલી તસવીરોને પ્રદર્શિત કરવામાં આવી હતી. સાથો સાથ વર્ષ 1885 માં પ્રથમ વખત 15 મી ઓગસ્ટે ચૂંટણી થઇ હતી અને અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન મતદાતાઓએ મતદાનનો પ્રયોગ કર્યો હતો તેનો ઇતિહાસ પણ આ પ્રદર્શનમાં દર્શાવવામાં આવ્યો હતો. 19 મી સદીમાં મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા કેવા પ્રકારના જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવતા હતા તેની પણ ઝલક આ પ્રદર્શનમાં જોવા મળી હતી. આ ઉપરાંત, 1952 ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા તેનો દસ્તાવેજી ઇતિહાસ પણ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

આ પ્રદર્શનનું આયોજન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગાંધીનગર, અમદાવાદ કલેક્ટર કચેરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું છે. જ્યારે આ સમગ્ર પ્રદર્શનનું કો-ઓર્ડિનેશન હિસ્ટોરિયન ડૉ. રિઝવાન કાદરી દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/અભિષેક બારડ/બિનોદ


 rajesh pande