પોરબંદર લોકસભામા 15 ,વિધાનસભામાં 8 ઉમેદવારી ફોર્મ ભરાયા
પોરબંદર,20 એપ્રિલ(હિ.સ). પોરબંદર લોકસભા અને વિધાનસભાની ચુંટણી યોજાનાર છે.ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાન
પોરબંદર લોકસભામા 15 ,વિધાનસભામાં 8 ઉમેદવારી ફોર્મ ભરાયા


પોરબંદર,20 એપ્રિલ(હિ.સ). પોરબંદર લોકસભા અને વિધાનસભાની ચુંટણી યોજાનાર છે.ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. હાલ ચકાસણી ચાલી રહી છે. અને આગામી તા.22 એપ્રિલે ફોર્મ પરત ખેંચી શકાશે પોરબંદર લોકસભા બેઠક પર કુલ 15 ઉમેદવારો ફોર્મ ભર્યા છે.જયારે વિધાનસભા બેઠક માટે 8 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. પોરબંદર લોકસભા બેઠકની સાથે પોરબંદર વિધાનસભા બેઠકની ચુંટણી હોય ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે ફોર્મ ચકાસણી કરવામા આવી રહી છે. અત્યાર સુધીમા લોકસભા અને વિધાનસભા બેઠક પર કોણે ઉમેદવારી નોંધાવી છે. તેની વાત કરીએ તો લોકસભામા ભાજપ- કોગ્રેસ ઉપરાંત બસપા, લોગ પાર્ટી, વીરો કે વીર ઇન્ડીયન પાર્ટી સમાજવાદી પાર્ટી અને સાત અપક્ષ ઉમેદવારો ફોર્મ ભર્યા છે તો પોરબંદર વિધાનસભા બેઠક પર કુલ આઠ ફોર્મ ભરાયા છે. તેમા રાજકીય પક્ષો ઉપરાંત ત્રણ અપક્ષ પણ મેદાને છે .જોકે આગામી તા. 22 એપ્રિલના રોજ કેટલા ફોર્મ પરત ખેંચાશે તે જોવાનુ રહ્યુ ત્યાર બાદ પોરબંદર લોકસભા અને વિધાનસભા બેઠકનુ ચિત્ર સ્પષ્ટ થશે.

હિન્દુસ્થાન સમાચાર/તેજસ ઢોલરીયા/બિનોદ


 rajesh pande