ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાન, દુબઈમાં ડાન્સની મજા લેતો જોવા મળ્યો
નવી દિલ્હી, 20 એપ્રિલ(હિ. સ.) જ્યારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને મુંબઈમાં જાનથી મારી નાખવાની ધમકીઓ
ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાન, દુબઈમાં ડાન્સની મજા લેતો જોવા મળ્યો


નવી દિલ્હી, 20 એપ્રિલ(હિ. સ.) જ્યારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને મુંબઈમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે તે દુબઈમાં એલનાઝ નૌરોજીના બેલી ડાન્સનો, આનંદ માણતો જોવા મળ્યો હતો. તાજેતરમાં બાંદ્રા વિસ્તારમાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર, ફાયરિંગ બાદ વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, સલમાન ખાને આ ઘટનાઓને તેના રોજિંદા જીવન પર અસર થવા ન દીધી અને શૂટિંગ અને અન્ય પ્રમોશનલ પ્રવૃત્તિઓ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું. હવે તે કડક સુરક્ષા વચ્ચે દુબઈમાં છે.

સલમાન ખાન દુબઈમાં 'બીઈંગ સ્ટ્રોંગ ફિટનેસ ઈક્વિપમેન્ટ' ડિઝાઈન કરેલ, જીમ લોન્ચ કરશે. પાપારાઝીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન, 'દિલબર અરેબિક' ગીત પર એલનાઝ નૌરોજીના બેલી ડાન્સની મજા લેતા જોવા મળે છે. આ પ્રસંગે ડેન્યૂબ ગ્રુપના સ્થાપક રિઝવાન સાજન પણ જોવા મળ્યા હતા. એક તરફ ભારતમાં, સલમાન ખાનના ફેન્સ ચિંતિત છે. તે જ સમયે, દબંગ ખાને ફાયરિંગની ઘટના પછી સોશિયલ મીડિયા પર તેની પ્રથમ પોસ્ટ શેર કરી છે, જેમાં તે ઘરની બહાર જોવા મળી રહ્યો છે.

ઘરની બહાર ફાયરિંગની ઘટના અંગે, ખુદ સલમાન ખાને હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. સલમાનના પિતા સલીમ ખાને કહ્યું કે,” આ ગુનેગારોને માત્ર પ્રસિદ્ધિ જોઈએ છે.” સલીમ ખાને કહ્યું, 'આમાં વાત કરવાનો શું અર્થ છે? આ અજ્ઞાનીઓ ગમે તે કહે, મારશે ત્યારે ખબર પડશે. અમને વધારાની પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. મુંબઈ પોલીસે અમને અને અમારા પરિવારને, સુરક્ષાની ખાતરી આપી છે.”

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સંજીવ / ડો હિતેશ


 rajesh pande