ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 88 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં લાંબા સમયથી સ્થિરતા નથી. બ્ર
ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 88 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં લાંબા સમયથી સ્થિરતા નથી. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 88 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત લગભગ 84 ડોલર પ્રતિ બેરલ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21, ડીઝલ રૂ. 92.15, કોલકતામાં પેટ્રોલ રૂ. 103.94, ડીઝલ રૂ. 90.76, ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં, છેલ્લા ટ્રેડિંગ દિવસે, બ્રાન્ડેડ ક્રૂડ 0.18 ડોલર એટલેકે 0.21 ટકાના વધારા સાથે બેરલ દીઠ 87.29 ડોલર પર રહ્યું. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.41 ડોલર એટલેકે 0.50 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 83.14 ડોલર પર સ્થિર છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande