જનરલ ઓબ્ઝર્વરશ્રી છોટે સિંગ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી અંજની કુમાર જા ના અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
લુણાવાડા, 20 એપ્રિલ(હિ. સ.). લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પંચમહાલ લોકસભા મત વિસ્તાર માટે ભારતી
નોડલ અધિકારીઓ સાથે બેઠક 


લુણાવાડા, 20 એપ્રિલ(હિ. સ.). લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પંચમહાલ લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર શ્રી છોટે સિંગ(આઈ. એ. એસ)અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી અંજની કુમાર જા ના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લાના લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

બેઠકમાં મહીસાગર જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારીએ મતવિસ્તારમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે બન્ને ઓબ્ઝર્વરશ્રીઓને અવગત કરાવ્યાં હતા. તેમજ મતદાન જાગૃતી માટે સ્વીપ એક્ટિવિટી, કાયદો અને વ્યવસ્થા, સ્ટાફની તાલીમ, એફએસટી, એસએસટી સહિતની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે બન્ને ઓબ્ઝર્વરશ્રીઓને પાવરપોઇંટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા,પ્રોબેશનલ આઇએએસશ્રી મહેંક જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી સી એન ભાભોર , પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટીલ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાત સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/દિવ્યેશ/બિનોદ


 rajesh pande