મહારાષ્ટ્રઃ છત્રપતિ સંભાજીનગરમાં યુવતીનું ધર્મ પરિવર્તન કરીને નિકાહ થયા, ત્રણ લોકો સામે કેસ નોંધાયો
મુંબઈ, નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સતારા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિર
મહારાષ્ટ્રઃ છત્રપતિ સંભાજીનગરમાં યુવતીનું ધર્મ પરિવર્તન કરીને નિકાહ થયા, ત્રણ લોકો સામે કેસ નોંધાયો


મુંબઈ, નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સતારા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ એન્જિનિયર યુવતીનું ધર્માંતરણ કરીને તેના લગ્ન કરાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, કોઈ આરોપી પકડાયો નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા સતારા વિસ્તારમાં રહે છે. આરોપીએ પહેલા તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન પણ કરાવવામાં આવ્યું હતું. આ પછી તેને કાઝી પાસે લઈ જવામાં આવી હતી અને તેના કપડા અને વાળ જમા કરવામાં આવ્યા. ત્યાં પણ તેને નમાજ અદા કરવાની ફરજ પડી હતી. બાદમાં આરોપીએ બળજબરીથી કોરા બોન્ડ પર સહી કરાવી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ પછી ત્રણેયએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. તે છેતરપિંડીનો ભોગ બની હોવાનું સમજીને, છોકરી કોઈક રીતે તેમના ચુંગલમાંથી છટકી ગઈ અને શુક્રવારે મોડી રાત્રે સતારા પોલીસ સ્ટેશન પહોંચી અને ત્રણેય વિરુદ્ધ કેસ નોંધ્યો.

આરોપીઓની ઓળખ તાહેર તૈયબ પઠાણ, તૈયબ શબ્બીર પઠાણ અને આયશા તાના પઠાણ તરીકે થઈ છે. આરોપીઓમાં તાહેર પઠાણ બિલ્ડર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેણે પોતાનું નામ છુપાવીને અને પોતે અપરિણીત હોવાનો દાવો કરીને પીડિતા સાથે મિત્રતા કરી હતી. આ મામલે સાતારા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન થોડા દિવસો પહેલા સિટી ચોક પોલીસ સ્ટેશનની હદમાં શહેરની બે સગીર વિદ્યાર્થિનીઓના ધર્મ પરિવર્તનનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો. હવે આ તાજેતરની ઘટનાથી વિસ્તારના લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર / દધીબલ / ડો. હિતેશ


 rajesh pande