વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં એન્યુઅલ ડિસ્પ્લેનું આયોજન
સુરત, 20 એપ્રિલ(હિ. સ.). વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં તા.20/0
એન્યુઅલ ડિસ્પ્લે


સુરત, 20 એપ્રિલ(હિ. સ.). વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં તા.20/04/2024 થી તા. 23/04/2024 દરમ્યાન છેલ્લા વર્ષનાં વિધ્યાર્થીઓનાં અભ્યાસક્રમના ભાગરૂપે “એન્યુઅલ ડિસ્પ્લે”નું આયોજન નર્મદ ભવન અને આર્ટ ગેલેરી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે કરવામાં આવેલ છે. આ ડિસ્પ્લેનું આયોજન વિભાગના ટીચિંગ આસિસ્ટન્ટ કૃતિ પટેલ (અપ્લાઈડ આર્ટ ડિપાર્ટમેન્ટ), કૃણાલ કંસારા (સ્કલ્પ્ચર ડિપાર્ટમેન્ટ) અને દીપ્તી બાટલાવાલા (પેઈન્ટીંગ ડીપાર્ટમેન્ટ)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. જેનું ઉદ્દઘાટન કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા અને કો-ઓર્ડીનેટરશ્રી મેહુલ પટેલનાં વરદ હસ્તે તા. 20/04/2024 નાં રોજ સવારે 11:00 વાગ્યે કરવામાં આવેલ છે. આ ડિસ્પ્લે તા. 26/04/2024 સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે તો આ પ્રદર્શન નિહાળવા માટે કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા તરફથી જાહેર જનતાને વિનમ્ર નિવેદન છે.

હિન્દુસ્થાન સમાચાર/બિનોદ


 rajesh pande