મહાનદી બોટ અકસ્માત અંગે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એ, શનિવારે ઓડિશા
મહાનદી બોટ અકસ્માત અંગે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એ, શનિવારે ઓડિશાના ઝારસુગુડામાં મહાનદી બોટ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ, ટ્વિટર પર જાહેર કરેલા તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, ઓડિશાના ઝારસુગુડા પાસે મહાનદીમાં બોટ પલટી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા તે જાણીને દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના. હું દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

ઉપરાષ્ટ્રપતિ ધનખડ એ, એક્સ પર એક સંદેશમાં લખ્યું, “ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં મહાનદીમાં બોટ પલટી જવાની દુ:ખદ ઘટનાથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

નોંધનીય છે કે, શુક્રવારે ઓડિશામાં મહાનદીમાં લખનપુરના શારદામાં બોટ ડૂબી જવાની ઘટનામાં અત્યાર સુધી સાત મૃતદેહ મળી આવ્યા છે. આ તમામ લોકો પડોશી રાજ્ય છત્તીસગઢના રહેવાસી હતા.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ/દધીબલ / ડો. હિતેશ


 rajesh pande