વડાપ્રધાન મોદી, આજે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચાર સ્થળોએ ભાજપની જાહેરસભાઓને સંબોધશે
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સા
નમો


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન કર્યા પછી આજે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પાર્ટીની જાહેર સભાઓને સંબોધશે. ભાજપે તેના એક્સ હેન્ડલ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી મુલાકાતની વિગતો શેર કરી છે.

બીજેપીના એક્સ હેન્ડલ મુજબ, વડાપ્રધાન મોદી આજે તેમના ચૂંટણી પ્રવાસ પર સૌથી પહેલા મહારાષ્ટ્ર પહોંચશે. તેઓ સવારે 10:30 વાગે નાંદેડમાં ભાજપની જાહેરસભાને સંબોધશે. આ પછી તેઓ બપોરે 12.15 વાગ્યે પરભણી આવશે. વડાપ્રધાન મોદી અહીં ભાજપની ચૂંટણી રેલીને સંબોધશે. વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીમાં 400ને પાર કરવાના સંકલ્પ સાથે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

ભાજપની આ પોસ્ટ મુજબ, વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રની મુલાકાત બાદ કર્ણાટક પહોંચશે. તેઓ બપોરના પોણા ચાર વાગ્યે કર્ણાટકના ચિક્કાબલ્લાપુરા ખાતે ભારતીય જનતા પાર્ટીની જાહેર સભાને સંબોધશે. આ પછી, તેઓ સાંજે બેંગલુરુ ઉત્તરમાં રહેશે. વડાપ્રધાન અહીં ભારતીય જનતા પાર્ટીની જાહેર સભાને સંબોધશે. બેંગલુરુ બ્યુરો અનુસાર, વડાપ્રધાન મોદીની કર્ણાટક મુલાકાતને ધ્યાનમાં રાખીને, બેંગલુરુ ટ્રાફિક પોલીસે કૃષ્ણ વિહાર, પેલેસ ગ્રાઉન્ડ અને એચકયુટીસી હેલિપેડ પર એક કિલોમીટરની ત્રિજ્યામાં અસ્થાયી નો-ફ્લાય ઝોન જાહેર કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande