ઓકટાએફએક્સ ગેરકાયદે ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં રૂ. 2.7 કરોડ જપ્ત
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ પીએમએલએ, 2002 ની જોગવાઈ હેઠળ ઓકટાએફએ
ઓકટાએફએક્સ ગેરકાયદે ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં રૂ. 2.7 કરોડ જપ્ત


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ પીએમએલએ, 2002 ની જોગવાઈ હેઠળ ઓકટાએફએક્સ ગેરકાયદેસર ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં રૂ. 2.7 કરોડનું બેંક ભંડોળ જપ્ત કર્યું છે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ શનિવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇડી ની મુંબઈની ટીમે એપ અને વેબસાઈટ http://octafx.com પર સર્ચ ઓપરેશન દરમિયાન રૂ. 2.7 કરોડની બેંક મની જપ્ત કરી છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ઇડી એ કહ્યું કે, આ માટે, 18 એપ્રિલે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને દિલ્હીમાં વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય બ્રોકર્સ દ્વારા ગેરકાયદે ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ એટલે કે ઓકટાએફએક્સ ટ્રેડિંગનો કેસ ચાલી રહ્યો છે. તપાસના ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ઓકટાએફએક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ ઓકટાએફએક્સ અને તેમની સંસ્થાઓએ, ફોરેક્સ ટ્રેડિંગની આડમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે અને ભારતીય સેક્ટરમાંથી રૂ. 500 કરોડથી વધુનો નફો કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/દધીબલ / ડો. હિતેશ


 rajesh pande