કેદારનાથ ધામ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ, ચારધામ માટે અત્યાર સુધીમાં 1066157 નોંધણી
દેહરાદૂન, નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ અ
્પોસ


દેહરાદૂન, નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ અંગેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ વખતે મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી શક્યતા છે. કેદારનાથ ધામ માટે ભક્તોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. 10 મે થી શરૂ થનારી યાત્રામાં કેદારનાથ ધામ માટે સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. કેદારનાથ માટે, અત્યાર સુધીમાં ત્રણ લાખ 52 હજાર 879 શ્રદ્ધાળુઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ખરેખર, ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. 19મી એપ્રિલે સાંજે 6 વાગ્યા સુધી ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ માટે, કુલ 1066157 નોંધણી થઈ ચૂકી છે. ચારધામ અને હેમકુંડ સાહિબ માટે દરરોજ 159054 શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી રહ્યા છે. 15 એપ્રિલે સવારે 7 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.

ચારધામ યાત્રા રજીસ્ટ્રેશનમાં યમુનોત્રી માટે 193998, ગંગોત્રી માટે 200996, કેદારનાથ માટે 352879, બદ્રીનાથ માટે 304243 અને હેમકુંડ સાહિબ માટે 14041 નોંધણી થઈ છે. અત્યાર સુધી થયેલા રજીસ્ટ્રેશનમાંથી 137649 રજીસ્ટ્રેશન ટુરીઝમ કેર ઉત્તરાખંડ મોબાઈલ એપ દ્વારા, registrationandtouristcare.uk.gov.in વેબ પોર્ટલ દ્વારા 832705 અને વોટ્સએપ દ્વારા 95803 રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન માટેના આ વિકલ્પો યાત્રાળુઓ માટે એકદમ સરળ છે.

ઉત્તરાખંડમાં 10 મે થી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. 10 મેના રોજ, બાબા કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે. મા ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા પણ 10મી મે ના રોજ અક્ષય તૃતીયા પર ખુલશે. જ્યારે ભગવાન બદ્રીનાથ ધામના દરવાજા 12મી મે ના રોજ ખુલશે. યાત્રાની તમામ તૈયારીઓને સરકારી સ્તરે આખરી ઓપ અપાઈ રહ્યો છે. હેમકુંડ સાહિબની યાત્રા 25મી મેથી શરૂ થશે.

ટોલ ફ્રી નંબર દ્વારા પણ ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશનની સુવિધા-

ચારધામ યાત્રા શરૂ થવાના 25 દિવસ પહેલા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નોંધણી માટે, નામ, મોબાઈલ નંબર અને પ્રવાસી સભ્યોની વિગતો અને રહેણાંકના સરનામા સાથે આઈડી પ્રૂફ આપવું જરૂરી છે. નોંધણી માટે, પ્રવાસન વિભાગની વેબસાઇટ, registrationandtouristcare.uk.gov.in પર લોગ ઇન કરવું પડશે. વોટ્સએપ નંબર- 8394833833 પર મેસેજ 'યાત્રા' મોકલીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. જે પ્રવાસીઓ વેબસાઇટ પર નોંધણી કરાવવામાં અસમર્થ હોય, તેમના માટે પ્રવાસન વિભાગે ટોલ ફ્રી નંબર 0135-1364 જારી કર્યો છે. આ નંબર પર કોલ કરીને રજીસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / કમલેશ્વર શરણ / રામાનુજ / ડો. હિતેશ


 rajesh pande