વિદ્યા બાલન અને પ્રતીક ગાંધીની ફિલ્મ 'દો ઔર દો પ્યાર' એ, ત્રીજા દિવસે 1.15 કરોડની કમાણી કરી
નવી દિલ્હી, 22 એપ્રિલ(હિ. સ.) વિદ્યા બાલન, લાંબા સમય બાદ ફિલ્મ 'દો ઔર દો પ્યાર'થી સિલ્વર સ્ક્રીન પર
વિદ્યા બાલન અને પ્રતીક ગાંધીની ફિલ્મ 'દો ઔર દો પ્યાર' એ, ત્રીજા દિવસે 1.15 કરોડની કમાણી કરી


નવી દિલ્હી, 22 એપ્રિલ(હિ. સ.) વિદ્યા બાલન, લાંબા સમય બાદ ફિલ્મ 'દો ઔર દો પ્યાર'થી સિલ્વર સ્ક્રીન પર પરત ફરી છે. હવે ‘દો ઔર દો પ્યાર’ની રિલીઝના ત્રીજા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. ત્રીજા દિવસે, એટલે કે રવિવારે તેણે 1.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

શિર્ષા ગુહા ઠાકુરતા દ્વારા નિર્દેશિત, 'દો ઔર દો પ્યાર'માં વિદ્યા બાલન, પ્રતિક ગાંધી, ઇલિયાના ડી'ક્રૂઝ અને સેંથિલ રામામૂર્તિ મુખ્ય ભૂમિકામાં છે. લગ્નેતર સંબંધો પર આધારિત આ ફિલ્મને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે પરંતુ દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. વિદ્યા બાલન અભિનીત આ ફિલ્મ, 19 એપ્રિલે રિલીઝ થઈ હતી.

ઇન્ડસ્ટ્રી ટ્રેકર સૈલનીલ્ક અનુસાર, તેણે ત્રીજા દિવસે એટલે કે રવિવારે 1.15 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. પહેલા દિવસે 'દો ઔર દો પ્યાર'એ, 55 લાખ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે 85 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મનું કુલ કલેક્શન 2 કરોડ 65 લાખ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્માણ સમીર નાયર, દીપક સહગલ, તનુજ ગર્ગ, અતુલ કસ્બેકર અને સ્વાતિ ઐયર ચાવલા દ્વારા કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સુનીત / માધવી


 rajesh pande