હોંગકોંગે એમડીએચ અને એવરેસ્ટના, ચાર મસાલા ઉત્પાદનો પર પણ પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ.) સિંગાપોર બાદ હોંગકોંગ સરકારે પણ, ભારતની પ્રખ્યાત મસાલા બ્રાન્ડ એમડીએચ
બંધ


નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ.) સિંગાપોર બાદ હોંગકોંગ સરકારે પણ, ભારતની પ્રખ્યાત મસાલા બ્રાન્ડ એમડીએચ પ્રાઈવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના ચાર ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે હજુ સુધી આ બંને કંપનીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજન સરકારના ખાદ્ય સુરક્ષા કેન્દ્ર એ એક નિવેદનમાં કહ્યું છે કે, તપાસ દરમિયાન આ બંને મસાલામાં જંતુનાશકો મળી આવ્યા છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ હોંગકોંગ સરકારે, આ મસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એમડીએચ ગ્રુપના મદ્રાસ કરી પાઉડર, સંભાર મસાલા પાવડર અને કરી પાઉડરમાં પરીક્ષણ દરમિયાન ઇથિલિન ઓક્સાઇડની હાજરી વધારે માત્ર માં જણાઈ હતી.

આ પહેલા, સિંગાપોરે ગયા અઠવાડિયે એવરેસ્ટ સામે સમાન પગલાં લીધાં હતાં, આરોપ મૂક્યો હતો કે, ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધી ગયું છે. અગાઉ 2023 માં, અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ સાલ્મોનેલાની હાજરીને કારણે એવરેસ્ટ ઉત્પાદનોને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી


 rajesh pande