HNGU દ્વારા પાંચ દિવસ કાર્યક્રમ યોજાશે, પાંચ જિલ્લાના વડા મથકની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં ચાલતા કોર્ષની માહિતી આપશે
પાટણ,23 એપ્રિલ (હિ.સ.) પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અધતન સુવિધા છતાં ત્રણ વર્ષથી
HNGU દ્વારા પાંચ દિવસ કાર્યક્રમ યોજાશે


પાટણ,23 એપ્રિલ (હિ.સ.) પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અધતન સુવિધા છતાં ત્રણ વર્ષથી કેમ્પસના વિભાગોમાં 30 ટકા બેઠકો ખાલી પડી રહેતી હોય નવા શૈક્ષણિક વર્ષમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિભાગોમાં પ્રવેશ મેળવે માટે પ્રથમવાર યુનિવર્સિટી વિભાગોના શૈક્ષણિક કર્મચારીઓને યુનિવર્સિટી વિસ્તારના પાંચ જિલ્લાઓની વડુ મથકની વિવિધ કોલેજોમાં મુલાકત કરી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ માં ચાલતા અભ્યાસકમ અને સુવિધાથી માહિતગાર થાય તે માટે યુનિવર્સિટી સંલગ્ન 5 કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા યુનિવર્સિટી આપના દ્વારે કાર્યક્રમ યોજશે .

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ડૉ.કે. સી. પોરિયા દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં કેમ્પસમાં રહેલ સુવિધાઓ સાથે ઉ.ગુ.ના છાત્રો ઓછી ફીમાં ઊચ્ચ શિક્ષણ મેળવી શકે તેવા ઉદેશથી વધુમાં વધુ છાત્રો કેમ્પસના વિભાગોમાં પ્રવેશ મેળવે માટે આયોજન કર્યું છે જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી આપના દ્વારે કાર્યક્રમનુ આયોજન કરવમાં આવ્યા છે . જેમાં કેમ્પસના વિભાગોના અધ્યક્ષ અને પ્રોફેસરો સહિત સ્ટાફ વધુ વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજોમાં કાર્યક્રમ રાખવામાં આવ્યા છે

જેમાં 24-4-24 ના રોજ પાટણની શ્રી એન્ડ શ્રીમતી પી.કે કોટાવાલા આર્ટસ કોલેજ,શેઠ એમ.એન.સાયના કોલેજ, અને ટી એસ આર કોમર્સ કોલેજ માં સવારે 11વાગે યુનિવર્સિટી આપના દ્વારે કાર્યકમ યોજશે તો 25 -4-24 ના રોજ મ્યુઆર્ટસ & અ.બેંક સાયન્સ કોલેજ,મહેસાણા,વી. આર. પટેલ કોમર્સ કોલેજ,મહેસાણા,26-4-24ના રોજ જી. ડી. મોદી આર્ટસ કોલેજ,પાલનપુર,આર.આર.એમ કોલેજ ઓફ સાયન્સ & સી એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર, 27-4.24 ના રોજ શ્રી એસ.એમ. એમ. આર્ટસ & શ્રી એમ એમ. પી કોમર્સ કોલેજ, હિંમતનગર.શ્રી એસ.એસ. એમ. આર્ટસ & શ્રી એમ.એમપી કોમર્સ કોલેજ,હિંમતનગર,

ધી એય એન એશ.બી. લિ. સાયન્સ કોલેજ, હિંમતનગર માં સવારે 11વાગે યોજશે. 29-4-24ના રોજ શ્રી એસ.કે.એસ. શ્રી કે.ઓ.એમ. આર્ટસ કોલેજ, મોડાસા, સર પી. ટી. સાયન્સ કોટીજ, મોડાસા,શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસા ખાતે યુનિવર્સિટી અધ્યાપકો આપણા દ્વારે કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિભાગો માં પ્રવેશ મેળવવા માટે પ્રોત્સાહિત કરાશે તેમ યુનિવર્સિટીના કુલપતિ એ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/હર્ષ શાહ


 rajesh pande