અમિત શાહે બંગાળમાં કહ્યું- અમે તૃણમૂલના કટ મની કલ્ચરને ખતમ કરીશું
કલકતા, નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત
અમિત શાહે બંગાળમાં કહ્યું- અમે તૃણમૂલના કટ મની કલ્ચરને ખતમ કરીશું


કલકતા, નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું છે કે, એક તરફ મમતા બેનર્જી ઘૂસણખોરોને પ્રોત્સાહિત કરે છે અને બીજી તરફ તેઓ નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)નો વિરોધ કરીને શરણાર્થીઓની નાગરિકતા અટકાવી રહી છે.

શાહે, પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં રોડ શો કર્યો હતો. અહીં શાહે મમતા સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપ રાજ્યમાં 30-35 લોકસભા બેઠકો જીતશે. અમિત શાહે કહ્યું કે, તૃણમૂલ જેવા ભ્રષ્ટાચારીઓને બંગાળમાંથી દૂર કરવા પડશે. કટ મની કલ્ચરને અહીં ખતમ કરવું પડશે. અમિત શાહે કહ્યું કે, સમગ્ર દેશની સાથે પશ્ચિમ બંગાળની જનતાને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે. વસુલી ના વાતાવરણ ને દુર કરવા માટે, તૃણમૂલની હાર સુનિશ્ચિત કરવી પડશે.

રામ મંદિરનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બંગાળની જનતાએ 2019માં 18 સીટો આપી અને રામ મંદિરનો કેસ પણ જીત્યો. મોદીજીએ રામ મંદિરનું ભૂમિપૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી. તમે આ વખતે 35 સીટો આપો, હું ઘૂસણખોરી રોકીશ. મમતા બેનર્જીએ ઘૂસણખોરીને પ્રોત્સાહન આપ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/ઓમ પ્રકાશ/સંજીવ/સુનીત / ડો. હિતેશ


 rajesh pande