અમિતાભ બચ્ચને મુંબઈમાં દરિયા કિનારે, અલીબાગમાં જમીન ખરીદી
નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ. સ.) મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈ નજીક અલીબાગ વિસ્તારમાં કરોડોની કિંમતની
જમીન


નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ. સ.) મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈ નજીક અલીબાગ વિસ્તારમાં કરોડોની કિંમતની જમીન ખરીદી છે. આ પહેલા અમિતાભે, અયોધ્યામાં જમીન ખરીદી હોવાના અહેવાલ હતા.

આ વર્ષે જાન્યુઆરીમાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા, અમિતાભ બચ્ચને અયોધ્યામાં 14.5 કરોડ રૂપિયામાં 10 હજાર ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો. તે પછી હવે સમાચાર છે કે, તેણે હાઉસ ઓફ અભિનંદન લોઢામાંથી 10 હજાર ચોરસ ફૂટ જમીન ખરીદી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ જમીન અલીબાગ નામના પ્રોજેક્ટમાં છે અને દરિયા કિનારે આવેલી છે. તેની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જો કે અમિતાભે હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી.

સૂત્રોને ટાંકીને જમીનનો વ્યવહાર ગયા અઠવાડિયે, નોંધાયો હતો. બિગ બી હવે અલીબાગમાં પ્રોપર્ટી ધરાવતા બોલિવૂડ કલાકારોની, યાદીમાં સામેલ થઈ ગયા છે. શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને અનુષ્કા શર્માની પણ અલીબાગમાં પ્રોપર્ટી છે.

અમિતાભ બચ્ચનના કામની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કલ્કી 2898'માં જોવા મળશે. હાલમાં જ તેની 'અશ્વત્થામા'નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફિલ્મનું લૂક પોસ્ટર અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પાવરફુલ લુક 'અશ્વત્થામા'ના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સુનીલ / માધવી


 rajesh pande