સાઠંબા બાયડ માર્ગ પર ખેરીયા નજીક કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો માર્ગ પર અતિશય ખાડાઓ હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે
મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) અરવલ્લી જિલ્લાના ધોળીડુંગરીથી સાઠંબા થઈ બાયડ હાઇવેને મળતો માર્ગ એટલી ખરાબ
સાઠંબા બાયડ માર્ગ પર ખેરીયા નજીક કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો માર્ગ પર અતિશય ખાડાઓ હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે


મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) અરવલ્લી જિલ્લાના ધોળીડુંગરીથી સાઠંબા થઈ બાયડ હાઇવેને મળતો માર્ગ એટલી ખરાબ હાલતમાં થઈ ગયો છે કે ખાડાઓમાં રસ્તો છે કે રસ્તામાં ખાડો છે તે જ ખબર પડતી નથી....!!!! આ માર્ગ પર વારંવાર અકસ્માતોની હારમાળા સર્જાતી રહે છે નાના-મોટા અકસ્માતો થવાએ ધોળીડુંગરીથી સાઠંબા થઈ બાયડ હાઈવેને મળતા માર્ગ પર સામાન્ય થઈ ગયું છે....!!!!

સોમવારના રોજ સાઠંબાથી બાયડ જવાના માર્ગ પર એક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટરનો કડુચલો વળી ગયો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી ખેરીયા કંપા નજીક મુખ્ય માર્ગ પર ખાડાઓ હોવાના કારણે ખાડા ટાળવા જતાં અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande