ભાજપે લદ્દાખ લોકસભા સીટ પરથી, તાશી ગ્યાલસન ને ઉમેદવાર બનાવ્યા
નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીએ, મંગળવારે લદ્દાખ લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવારની
ભાજપે લદ્દાખ લોકસભા સીટ પરથી, તાશી ગ્યાલસન ને ઉમેદવાર બનાવ્યા


નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીએ, મંગળવારે લદ્દાખ લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી. આ વખતે, પાર્ટીએ વર્તમાન સાંસદ જામયાંગ સેરીંગ નામગ્યાલની ટિકિટ રદ કરીને તાશી ગ્યાલ્સનને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

વ્યવસાયે વકીલ ગ્યાલ્સન, લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. ગ્યાલ્સન 2020 માં લદ્દાખ સ્વાયત પહાડી વિકાસ પરિષદ ના મુખ્ય કાર્યકારી પાર્ષદ તરીકે ચૂંટાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/વિજયલક્ષ્મી/પવન / માધવી


 rajesh pande