ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 88 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂ
ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 88 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર


નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 88 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત લગભગ 83 ડોલર પ્રતિ બેરલ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા, ડીઝલ 87.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા, ડીઝલ 92.15 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 103.94 રૂપિયા, ડીઝલ 90.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા પ્રતિ લિટર ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં, આ સપ્તાહના બીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.24 ડોલર એટલેકે 0.28 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 87.24 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.29 ડોલર એટલેકે 0.35 ટકાના વધારા સાથે 82.85 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande