ડીજીસીએ ની સૂચના - 12 વર્ષ સુધીના બાળકોને, તેમના માતા-પિતા સાથે વિમાનમાં સીટ આપવી જોઈએ
નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ, બાળકોની સુરક્ષાને લઈને ક
ેગૂ


નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ, બાળકોની સુરક્ષાને લઈને કડક પગલાં લીધા છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ એ, એરલાઇન કંપનીઓને ફ્લાઇટ દરમિયાન 12 વર્ષ સુધીના બાળકોને તેમના માતા-પિતા અથવા વાલીઓની સાથે સીટ ફાળવવાનો નિર્દેશ આપ્યો છે.

ડીજીસીએ એ, મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં એરલાઈન્સને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે, 12 વર્ષ સુધીના બાળકોને, એક જ પીએનઆર પર મુસાફરી કરતા તેમના માતાપિતા અથવા વાલીઓમાંથી કોઈ એક સાથે તેમની સીટ ફાળવવામાં આવે. આ સાથે તેનો રેકોર્ડ પણ રાખવો જોઈએ. ભૂતકાળમાં આવા અનેક મામલા સામે આવ્યા બાદ, એવિએશન રેગ્યુલેટરે આ સૂચનાઓ જારી કરી છે. આવા કિસ્સાઓની પૃષ્ઠભૂમિમાં આ સૂચના આવી છે.

હવે, 2024માં જ ડીજીસીએ દ્વારા જારી કરાયેલ એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલર (એટીસી)-01 મુજબ, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકને હવાઈ મુસાફરી દરમિયાન તેના માતા-પિતાની બાજુમાં સીટ મળી શકશે. ખાસ વાત એ છે કે, આ માટે યાત્રીએ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો વાલીઓએ ફ્રી સીટ અથવા ઓટો એલોકેશનનો વિકલ્પ પસંદ કર્યો હશે, તો બાળક માટે બાજુની સીટની વ્યવસ્થા કરવી પડશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી


 rajesh pande