મેઘરજની પંચવટી સોસાયટીમાં ચારવેદના ભૂદેવો દ્વારા મૂર્તિઓમાં પ્રાણ પુરવામાં આવ્યા
મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) મેઘરજની પંચવટી સોસાયટીના રહીશોની અખૂટ શ્રદ્ધા અને ભક્તિભાવના કારણે સોસાયટ
મેઘરજની પંચવટી સોસાયટીમાં ચારવેદના ભૂદેવો દ્વારા મૂર્તિઓમાં પ્રાણ પુરવામાં આવ્યા


મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) મેઘરજની પંચવટી સોસાયટીના રહીશોની અખૂટ શ્રદ્ધા અને ભક્તિભાવના કારણે સોસાયટીમાં શ્રદ્ધાના પ્રતિક સમાન બાબા રામદેવજી અને શિવજીનું સુંદર મંદિર બનાવ્યું છે. તેવામાં રામદેવજી ભગવાન અને શિવ પરિવારની મૂર્તિ બિરાજમાન કરવાનું નક્કી કરવામાં આવ્યું. તે મુજબ બાબા રામદેવ અને શિવલિંગ અને તેમના પરિવાર પાર્વતીજી, ગણેશ, કાચબો, નંદીની પણ મૂર્તિઓ લાવીને શાસ્ત્રોક્તવિધિથી પ્રાણપ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું.

જે મુજબ ચારેય વેદના ભૂદેવો દ્વારા તમામ મૂર્તિઓનો કુટિર હોમ કરીને નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને પ્રાયશ્ચિત હોમ કરીને મૂર્તિઓને જલાધીવાસ કરાવ્યો અને મંડપ પ્રવેશ કરીને મૂર્તિઓનો ધન્યધીવાસ કરાવીને મંડપના તમામ સ્થાપિત દેવોની પૂજા કરી તેને લગતો વૈદિક હોમ આપી આ મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠાના મંત્રો ભણીને પ્રાણ પૂરવામાં આવ્યા હતા. આમ રંગે ચંગે મેઘરજ નગરમાં આવેલી પંચવટી સોસાયટીમાં બાબા રામદેવજી અને શિવપરિવાર દેવોની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande