તિહાડમાં રખાયેલા અરવિંદ કેજરીવાલની, ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આવી
નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ, દિલ્હી એક્સાઇઝ કૌભ
આપ


નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ, દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે. આજે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી, ત્યારબાદ તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

15 એપ્રિલે કોર્ટે, કેજરીવાલને આજ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. 28મી માર્ચે કેજરીવાલે રજૂઆત દરમિયાન કહ્યું હતું કે,” આ એક રાજકીય ષડયંત્ર છે, જનતા તેનો જવાબ આપશે.” 28 માર્ચે ખુદ કેજરીવાલે કોર્ટમાં પોતાનો અભિપ્રાય રજૂ કરતા કહ્યું હતું કે,” વાસ્તવિક કૌભાંડ ઇડીની તપાસ બાદ, શરૂ થયું હતું. ઇડીનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને, ખતમ કરવાનો છે. ઇડીનો ઉદ્દેશ્ય એવું ધુમ્મસ ઉભુ કરવાનો હતો કે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટ છે. ઇડીનો બીજો ઉદ્દેશ્ય, નાણાંની ઉચાપત કરવાનો છે. આ કેસમાં શરદ રેડ્ડીએ ધરપકડ બાદ, ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. શરદ રેડ્ડીને ચૂંટણી બોન્ડના રૂપમાં, ભાજપને પૈસા આપ્યા બાદ જામીન મળ્યા હતા.”

21મી માર્ચે દિલ્હી હાઈકોર્ટ દ્વારા, અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ ન અપાયા બાદ ઇડીએ તે જ દિવસે મોડી સાંજે, પૂછપરછ કર્યા બાદ કેજરીવાલની ધરપકડ કરી હતી. 27 માર્ચે હાઈકોર્ટે કેજરીવાલને, કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 28 માર્ચે હાઈકોર્ટે કેજરીવાલને, મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી, દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધા બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજય / સંજીવ / સુનીત / માધવી


 rajesh pande