વડાલી શહેરના મોટા હનુમાનજી મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આજે ચૈત્ર સુદ પૂન
વડાલી શહેરના મોટા હનુમાનજી મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું


મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જન્મોત્સવ ની ભક્તો દ્વારા ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે મંગળવારના દિવસે જ હનુમાન જયંતિનો સંયોગ સર્જાતા ભક્તોમાં બેવડો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આ વખતે અનેક વર્ષો બાદ હનુમાન જયંતિ ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.વડાલી શહેરના જી.ઈ.બી માર્ગપર આવેલ મોટા હનુમાનજી મંદિરે હનુમાન દાદાના જન્મોત્સવ ની ભક્તો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.વડાલી શહેરના મોટા હનુમાનજી મંદિરે મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો એ આ મહાયજ્ઞમાં ભાગ લીધો હતો ત્યારે બ્રાહ્મણ દ્વારા વિધિ-વિધાન મંત્રોચ્ચાર સાથે સાંજે આ યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર આયોજન મંદિરના રાજુભાઈ માળી,જયભાઈ ભાવસાર,પશાભાઈ વણકર,કાંતિભાઈ સગર,મગન ભાઈ સગર અને પારસભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande