ઉમેદપુરામાં સમૂહ લગ્નોત્સવમાં નવ યુગલોએ વ્યસન મુક્તિના શપથ લઇપ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું:નટુભાઈ પરમાર
મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) આ સમારંભના અધ્યક્ષ તથા ભોજનના મુખ્ય દાતા તેમજ ભારતીય જનતા પાર્ટી અનુ.જાતિ
ઉમેદપુરામાં સમૂહ લગ્નોત્સવમાં નવ યુગલોએ વ્યસન મુક્તિના શપથ લઇપ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું:નટુભાઈ પરમાર


મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) આ સમારંભના અધ્યક્ષ તથા ભોજનના મુખ્ય દાતા તેમજ ભારતીય જનતા પાર્ટી અનુ.જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નટુભાઈ પરમાર, ગાંધીનગર વિભાગ સર સંચાલક પ્રકાશ પરમાર, સાબરકાંઠા ભાજપ પ્રમુખ કનુ પટેલ ,જિલ્લા મહામંત્રી ભાજપ વિજય પંડ્યા,સમાજના આગેવાન અને કોંગ્રેસ પ્રદેશના આગેવાન રામ સોલંકી, રાજેન્દ્રસિંહક કુંપાવત, ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એકતા પટેલ, ચેરમેન એપીએમસી વડાલી વિજય પટેલ, જેઠા પરમાર, ગોવિંદ પરમાર, જીતુ પંચાલ વગેરે મહાનુભવોની વિશેષ ઉપસ્થિતિ રહી. જેમાં તમામ મહાનુભવોએ સમાજ શિક્ષિત સંગઠિત થાય અને વ્યસન મુક્ત થાય તેમજ સમાજમાં કુરિવાજો અને ખોટા ખર્ચો બંધ કરે તે પ્રકારના માર્ગદર્શન આપ્યું. તેમજ સમારંભના અધ્યક્ષ નટુ પરમારે 24 જેટલા નવ યુગલો એ જે પ્રભુતાના પગલા માંડ્યા તેમને સમાજની સાક્ષી માં, પંચની સાક્ષીએ વ્યસન મુક્તિ ના શપથ લેવડાવ્યા. જેના કારણે સમાજ માં ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. આ એક નવીન પ્રયોગ સમાજ સુધારણા માટે પ્રેરણારૂપ બન્યો છે

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande