હિંમતનગરમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે મારુતિ હવન, ભીડભંજન હનુમાનદાદાના મંદિરે ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો
મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે જેને લઈને હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં
હિંમતનગરમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે મારુતિ હવન, ભીડભંજન હનુમાનદાદાના મંદિરે ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો


મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે જેને લઈને હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં હનુમાન દાદાના મંદિરોમાં ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો છે અને મારુતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

હનુમાનજીના જન્મોત્સવ નિમિતે હિંમતનગરમાં છાપરીયા ચાર રસ્તે આવેલ ભીડભંજન હનુમાન દાદાના મંદિરે વહેલી સવારથી ભક્તોની હનુમાનદાદાના દર્શન માટે લાઈન જોવા મળી હતી. બીજી તરફ દાદાને ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. તો દાદાને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. તાય્રે મંદિરના પ્રાંગણમાં યજમાનોના હસ્તે મારુતિ હવનનો પ્રારંભ થયો હતો. બીજી તરફ ઠાકોરજી, બાપા સીતારામ અને સાઈબાબાને પણ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. આમ ભીડભંજન હનુમાનજી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. જ્યારે મંદિરે ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિરે દાદાને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તો યજમાનના હસ્તે વહેલી સવારે હવન પ્રારંભ થયો હતો જે બપોરે પૂર્ણ થયો હતો. તો હનુમાન જયંતીને લઈને ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવ્યા હતા. હનુમાન જયંતીને લઈને મંદિરોમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન અર્ચન સાથે ભક્તો દર્શન કરતા ધાર્મિકમય વાતાવરણ જોવા મળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande