પાટણ સાયન્સ સેન્ટર ખાતે ભવિષ્ય લેબ છે થીમ પર વિશ્વ પ્રયોગશાળા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
પાટણ,23 એપ્રિલ (હિ.સ.) વિજ્ઞાનના મૂલ્યને પ્રોત્સાહન આપવા તથા વૈજ્ઞાનિકો અને સંશોધકોની આગામી પેઢીને
પાટણ વિશ્વ પ્રયોગશાળા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ


પાટણ વિશ્વ પ્રયોગશાળા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ


પાટણ,23 એપ્રિલ (હિ.સ.) વિજ્ઞાનના મૂલ્યને પ્રોત્સાહન આપવા તથા વૈજ્ઞાનિકો અને સંશોધકોની આગામી પેઢીને પ્રેરણા આપવાના ઉદ્દેશ્ય સાથે પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 23 એપ્રિલ 2024ના રોજ ભવિષ્ય લેબ છે થીમ પર વિશ્વ પ્રયોગશાળા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 100થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વૈજ્ઞાનીક ચર્ચા ઇન્ટરેક્ટિવ સાધનોના માધ્યમથી સહભાગીઓને પ્રયોગશાળાનું મહત્તવ તેમાં વપરતા વિવિઘ સાધનો અને તેના ઉપયોગ વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યુ કે, વિશ્વ પ્રયોગશાળા દિવસ તે સ્થાનની ઉજવણી કરે છે જ્યાંથી મહાન શોધો ઉદ્ભવે છે, જે વિશ્વને વધુ સારી જગ્યા બનાવે છે. આ દિવસ તેમને પણ યાદ કરે છે જેઓ આ પ્રયોગશાળાઓમાં સંશોધન અને પ્રયોગો કરે છે. તેમને વધુમાં જણાવ્યું કે, વિશ્વની આરોગ્ય સંભાળ અંતર્ગત ચાલતી પ્રયોગશાળામાં કામ કરી રહેલા વેજ્ઞાનિકો અને સંશોધકો જે નવી શોધો કરવા અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ હાસિલ કરવા માટે સખત મહેનત કરે છે એટલે તેમને પ્રોત્સાહન અને સન્માન મળવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/હર્ષ શાહ


 rajesh pande