પાટણ વિદ્યાર્થિનીને પેપર ચેક કરવાના બહાને બોલાવી છેડતી કરતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી
પાટણ,23 એપ્રિલ (હિ.સ.) પાટણની ખાનગી શાળાના શિક્ષક રણજિત ચૌધરીએ શાળાના પેપર તપાસવા માટે પોતાની જ શાળ
પાટણ વિદ્યાર્થિનીને છેડતી કરતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી


પાટણ,23 એપ્રિલ (હિ.સ.) પાટણની ખાનગી શાળાના શિક્ષક રણજિત ચૌધરીએ શાળાના પેપર તપાસવા માટે પોતાની જ શાળાની એક વિદ્યાર્થિનીને ઘરે બોલાવી હતી. પેપર આપવાનું કહી લંપટ શિક્ષક વિદ્યાર્થિનીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો યુવતીએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીને પકડી આજે કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે પાટણ સબજેલમાં આરોપી ને મોકલી આપ્યો હતો.

પાટણ શહેરની એક શાળાના શિક્ષકે રવિવારે રજાના દિવસે શાળાની વિદ્યાર્થિનીને પેપર તપાસવાના બહાને પોતાના ઘરે બોલાવી તેના શરીર સાથે અડપલા કર્યા હોવાની ઘટનાને પગલે વિદ્યાર્થિની દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે લંપટ શિક્ષકને સબક શીખવાડવા કરાયેલી ફરિયાદ આધારે પોલીસે પોક્સોનો ગુનો નોંધી લંપટ શિક્ષકની અટકાયત કરી મંગળવારના રોજ આ લંપટ શિક્ષક રણજીત ચૌધરીને કોર્ટમાં રજૂ કરતા કોટૅ તેને સબજેલ ખાતે કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કરતા પાટણ બી ડિવિઝન પોલીસે લંપટ શિક્ષકને સુજનીપુર સબજેલ ખાતે મોકલી આપ્યો હોવાનું પાટણ બી ડિવિઝનના પોલીસએએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/હર્ષ શાહ


 rajesh pande