૩ માસથી વિખુટી પડેલી રાજસ્થાનની મહિલાનું પરિવાર સાથે પૂનઃસ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી.
મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) કલેક્ટર અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી જિલ્લા મહિલ
૩ માસથી વિખુટી પડેલી રાજસ્થાનની મહિલાનું પરિવાર સાથે પૂનઃસ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી.


મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) કલેક્ટર અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી મન્સુરી હસીના મેડમ ના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી વન સેન્ટર અરવલ્લી ખાતે એક માનસિક રીતે અસ્વથ્ય મહિલાને આશ્રય આપવામાં આવેલ અને સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા મહિલાને જરૂરિયાતનીં કિટ તથા કપડાં આપી નવડાવી સ્વસ્થ કરવામાં આવેલ તેમજ બેનના પગ ના તળીએ ચાંદા પડી ગયેલ હોવાથી તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવતા બેનનું હીમોગ્લોબિન ઓછું હોવાનું જણાઈ આવેલ જેથી શક્તિ ની દવા ચાલુ કરાવી તેમજ તાત્કાલિક માનસિક રોગની સારવાર પણ શરૂ કરવામાં આવેલ ત્યારબાદ બેન નું કાઉન્સિલિંગ કરતા આવેલ મહિલા રાજસ્થાનના હોવાનું જણાઈ આવેલ.વધુ કાઉન્સેલિંગ કરતા તેમનું નામ સરનામું મળી આવેલ હતું સખી વન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક જાડેજા વિક્રમબા દ્વારા નજીકના પોલીસ સ્ટેશન માં જાણ કરવામાં આવેલ અને તેમના પરિવારને શોધખોળ કરવામાં આવેલ અને તેમનો પરિવાર મળી આવેલ ત્યારબાદ બેનના પરિવારનો સંપર્ક નંબર મેળવી મહિલાને વીડિયો કોલ થી વાત કરાવતા બેન પ્રફુલિત જોવા મળેલ. બેનના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તાત્કાલિક રીતે સેન્ટર પર લેવા આવી શકે તેમ ન હોઈ બેનને વધુ દિવસ રાખવા જણાવેલ.

આજ તા.24/04/2024 ના રોજ મહિલાના પરિવારજનોની પૈસાની સગવડ થતા સખીવન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે મહિલાને લેવા માટે તેમનો દીકરો આવેલ અને ત્રણ મહિના પછી માતા પુત્રનું મિલન થતા માતા પુત્ર ના હર્ષના આંસુ સરી પડ્યા હતા .સખીવન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે 24 દિવસ આશ્રય આપી મહિલાને પરિવાર સાથે પુનઃસ્થાપન કરવામાં આવેલ હતું . માતા પુત્ર એ સખી વન સ્ટોપ સેન્ટરના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરેલ.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande