અન્નફૂટની વિશેષ પ્રસાદી ધરાવાઈ મોડાસાના સાકરિયા ગામે સ્વયંભૂ ભીડ ભંજન હનુમાન મંદિરે ઉજવણી :હનુમાનદાદાને વિશેષ શણગાર કરાયા
મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) મોડાસા તાલુકાના. સાકરીયા ગામે ભારે ધામધૂમથી હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં
અન્નફૂટની વિશેષ પ્રસાદી ધરાવાઈ મોડાસાના સાકરિયા ગામે સ્વયંભૂ ભીડ ભંજન હનુમાન મંદિરે ઉજવણી :હનુમાનદાદાને વિશેષ શણગાર કરાયા


મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) મોડાસા તાલુકાના. સાકરીયા ગામે ભારે ધામધૂમથી હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી.હનુમાન જ્યંતિ નિમિત્તે અન્નફૂટની વિશેષ પ્રસાદી ધરાવાઈ હતી અને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આજે દૂર દૂરથી હજારો ભક્તો દાદાના દર્શને ઉમટી પડ્યા હતા.આજે સાકરિયા હનુમાન મંદિર પરિસરમાં યોજાયેલા મારુતિ યજ્ઞમાં ૨૦૦ જેટલા દંપતી યુગલો બેઠા હતા.

ગુજરાતના એકમાત્ર સૂતેલા હનુમાનજી મંદિર સાકરિયામાં અયોધ્યા રામ મંદિરમાં વપરાયેલા પથ્થરોથી હનુમાનજી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સુવર્ણ જડિત હનુમાનજીનું સિંહાસન પણ બનાવવામાં આવશે. દરમિયાન સ્થાનિક કાર્યકર કૌશિક પટેલે જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ સ્વયંભૂ ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં એકમાત્ર સૂતેલા હનુમાન દાદાની મૂર્તિ સાકરિયા ગામે આવેલી છે.જિલ્લામાંથી હજારો ભક્તો દર્શન માટે ઊમટી પડ્યા છે.ભગવાન હનુમાન જીને અન્નકૂટનો વિશેષ પ્રસાદી ચડાવાઈ હતી .પાંડવ કાળ સમયની હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ ધરાવતા મંદિરમાં અયોધ્યા રામ મંદિરમાં વપરાતા પથ્થરોથી અને મંદિરના આર્કિટેક દ્વારા નવીન મંદિર નિર્માણ અહીં થઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande