અભિનેત્રી તમન્ના ભાટિયા મુશ્કેલીમાં, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું સમન્સ
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ. સ.) બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે.
સમન


નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ. સ.) બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર સાયબર સેલે તમન્નાને સમન્સ મોકલ્યું છે. તમન્નાને ફેયરપ્લે એપ પર, આઈપીએલ 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં, પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આ સ્ટ્રીમિંગના કારણે વાયકોમને, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેમને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ, હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

તમન્ના ભાટિયાએ ફેયરપ્લેનો પ્રચાર કર્યો હતો. તેથી તેને સાક્ષી તરીકે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. ફેયરપ્લેને પ્રમોટ કરવા માટે, કોણે તેનો સંપર્ક કર્યો અને તેના માટે તેને કેટલા પૈસા મળ્યા તે અંગે, તેની પૂછપરછ કરવામાં આવશે.

તમન્ના ભાટિયા પહેલા આ કેસમાં, અભિનેતા સંજય દત્તને પણ 23 એપ્રિલે સમન્સ મોકલવામાં આવ્યું છે. સંજય હાલમાં મુંબઈમાં નથી, તેથી તેણે કહ્યું કે,’ તે આપેલી તારીખે હાજર રહી શકશે નહીં. તેમણે જવાબ દાખલ કરવા માટે તારીખ અને સમય માંગ્યો છે.’

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી


 rajesh pande