અમિતાભ બચ્ચનને, લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળ્યો
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ. સ.) બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને, લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માન
ોસગૂોવ


નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ. સ.) બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને, લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વર કોકિલા લતા મંગેશકરનું 2022માં નિધન થયું હતું. તેમની યાદમાં પરિવાર અને ટ્રસ્ટ દ્વારા, આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા એવી ચર્ચા હતી કે, અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળશે. તેમના સિવાય સંગીત નિર્દેશક એઆર રહેમાન અને અભિનેતા રણદીપ હુડ્ડાને પણ, આ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

થોડા દિવસો પહેલા અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉત્થુપને, પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે અમિતાભ બચ્ચનને સંગીત ઉદ્યોગના દિગ્ગજ કલાકારો અને મંગેશકર પરિવારની સામે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવતા, બિગ બી ની તસવીરો સામે આવી છે. ફોટામાં બિગ બી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

બિગ બી એ, હૃદયનાથ મંગેશકરની માફી માંગી.

એવોર્ડ મળ્યા બાદ અમિતાભ બચ્ચને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. “હૃદયનાથ જી, હું છેલ્લી વાર તમારી માફી માંગુ છું. ત્યારે મેં તમને કહ્યું હતું કે, મારી તબિયત સારી નથી. હું એકદમ ઠીક હતો, પણ અહીં આવવા માંગતો ન હતો. આ વર્ષે મારી પાસે કોઈ બહાનું ન હતું, તેથી મારે અહીં આવવું પડ્યું.” અમિતાભે કહ્યું.

આશા ભોસલે આ કાર્યક્રમમાંથી ગાયબ હતી

મંગેશકર પરિવારના ભાઈ-બહેનોએ અમિતાભ બચ્ચનને અભિનંદન પાઠવ્યા હતા. સૌપ્રથમ તો લતા મંગેશકરની બીજી બહેન અને ગાયિકા આશા ભોસલે, બિગ બી ને એવોર્ડથી સન્માનિત કરવા માગતી હતી પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે, તે કાર્યક્રમમાંથી ગાયબ રહી.

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કોને મળે છે?

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ દર વર્ષે દેશ, સમાજ અને તેના લોકો માટે યોગદાન આપનાર વ્યક્તિને આપવામાં આવે છે. આ પહેલા આ એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો હતો. 2023માં આ એવોર્ડ આશા ભોંસલેને આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી


 rajesh pande