ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 89 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક
ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 89 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર


નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 89 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 83 ડોલરની નજીક પહોંચી ગયું છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ગુરુવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 103.94 રૂપિયા અને ડીઝલ 90.76 રૂપિયા, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના ત્રીજા દિવસે શરૂઆતના વેપારમાં બ્રાન્ડેડ ક્રૂડ 0.02 ડોલર એટલે કે 0.02 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 88.04 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.01 ડોલર એટલેકે 0.01 ટકાના વધારા સાથે 82.82 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ / ડો. હિતેશ


 rajesh pande