જર્મન કંપની ઓડી, જૂનથી વાહનોના ભાવમાં બે ટકાનો વધારો કરશે
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) જર્મન ઓટોમોબાઈલ ઉત્પાદક ઓડી એ, કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છ
ગાડી


નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) જર્મન ઓટોમોબાઈલ ઉત્પાદક ઓડી એ, કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કાચા માલની વધતી કિંમતોની અસરને ઘટાડવા માટે કંપની 1 જૂનથી ભારતમાં તેના વિવિધ મોડલની કિંમતમાં બે ટકા સુધીનો વધારો કરશે.

કંપનીના ઈન્ડિયા હેડ બલબીર સિંહ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 1 જૂનથી ભાવ વધારાનો ઉદ્દેશ્ય ઓટોમેકર અને તેના ડીલરો માટે ટકાઉ વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે જ્યારે ગ્રાહકો પરની અસર ઓછી થાય છે. કાચા માલની વધતી કિંમત અમને બે ટકા સુધી કિંમતો વધારવા માટે મજબૂર કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, ઓડી ઈન્ડિયાનું રિટેલ વેચાણ ગત નાણાકીય વર્ષ 2023-24માં 33 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે 7,027 યુનિટ્સ હતું.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / ડો. હિતેશ


 rajesh pande