પરસ્પર મતભેદ ભૂલીને 'મામા' ગોવિંદા પહોંચ્યા, આરતી સિંહના લગ્નમાં. વીડિયો થયો વાયરલ
નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ. સ.) જાણીતી અભિનેત્રી આરતી સિંહે તાજેતરમાં, દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે.
ગોવિંદા


નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ. સ.) જાણીતી અભિનેત્રી આરતી સિંહે તાજેતરમાં, દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે. હાલમાં જ આ કપલના લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે. આ પ્રસંગે આરતી સિંહ, લાલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આરતીના બ્રાઈડલ લુકને જોઈને બધા તેના વખાણ કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં આરતીના મામા ગોવિંદાએ, લગ્નમાં હાજરી આપીને બધાને ચોંકાવી દીધા છે. ભાઈ અને બહેન આરતી અને કૃષ્ણ અભિષેક સહિત, દરેક વ્યક્તિ તેમના આગમનથી ખૂબ જ ખુશ છે.

આરતી સિંહના લગ્નમાં દરેક વ્યક્તિ જેની રાહ જોઈ રહ્યા હતા તે, અભિનેત્રીના મામા એટલે કે અભિનેતા ગોવિંદા હતા. આખરે અભિનેતા ગોવિંદાએ પોતાના મામા બનવાની ફરજ નિભાવી છે. ગોવિંદાએ આરતી સિંહના લગ્નમાં ખૂબ જ આનંદ સાથે હાજરી આપી હતી. બ્લેક સૂટમાં ગોવિંદા હંમેશની જેમ, ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.

અભિનેતા કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહ, આરતીના લગ્નમાં મામા ગોવિંદા આવવાની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હલ્દી, મહેંદી અને સંગીત સમારોહમાં ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ હાજરી આપી હતી પરંતુ મામા આવ્યા ન હતા. જોકે, ગોવિંદાએ તેની ભત્રીજીના લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા હતા. ગોવિંદાના આગમનથી કૃષ્ના અને કાશ્મીરાની ખુશીમાં કોઈ કમી ન થઈ હતી. આ વખતે પાપારાઝી સાથે વાત કરતી વખતે લગ્નમાં મામાની હાજરી ખૂબ જ ખાસ હોવાનું કહેવાય છે.

પાપારાઝી સાથે વાત કરતા કૃષ્ણા અભિષેકે કહ્યું કે,’ અમે બધા મામાના આગમનથી, ખૂબ જ ખુશ છીએ. અમે મામાના પગે લાગ્યા અને તેમનો આભાર માન્યો.’ કાશ્મીરાએ કહ્યું કે,’ ગોવિંદા મામા એ, તેમના બંને પુત્રોને મળ્યા અને તેમને આશીર્વાદ આપ્યા. આનાથી તે ખૂબ જ ખુશ પણ છે.” કૃષ્નાના બે પુત્રોના જન્મ સમયે, પરિવારમાં મોટો વિવાદ થયો હતો. લડાઈ પછી કૃષ્ણા એ તેના મામા અને મામીને તેના બે પુત્રોને આશીર્વાદ આપવા માટે ઘણી વખત બોલાવ્યા. વિવાદ એટલો વધી ગયો કે, કોઈ બીજાને મળી શક્યું નહીં. હવે આરતીના લગ્ન પરિવાર માટે શુભ છે અને ગોવિંદા પહેલીવાર કૃષ્ણા-કાશ્મીરાના બંને પુત્રોને મળ્યા અને તેમને આશીર્વાદ પણ આપ્યા છે.

હિન્દુસ્થામાન સમાચાર / લોકેશ ચંદ્ર / સુનીત / માધવી


 rajesh pande