પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલની નજીક
નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક
પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલની નજીક


નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 84 ડોલરની નજીક પહોંચી ગયું છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, શુક્રવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા. મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 103.94 રૂપિયા અને ડીઝલ 90.76 રૂપિયા, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના પાંચમા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.35 ડોલર એટલેકે 0.39 ટકાના વધારા સાથે બેરલ દીઠ 89.36 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.28 ડોલર એટલેકે 0.34 ટકા વધીને પ્રતિ બેરલ 83.85 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ / ડો. હિતેશ


 rajesh pande