સ્મિતા પાટિલની ફિલ્મ 'મંથન', 48 વર્ષ પછી કાન્સમાં પ્રીમિયર થશે. બિગ બી એ વ્યક્ત કરી ખુશી
નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ. સ.) સ્મિતા પાટીલ ભારતીય મનોરંજન જગતમાં એક લોકપ્રિય અને આદરણીય નામ છે. આજે
મંથન


નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ. સ.) સ્મિતા પાટીલ ભારતીય મનોરંજન જગતમાં એક લોકપ્રિય અને આદરણીય નામ છે. આજે પણ, જ્યારે સ્મિતા પાટીલનું નામ લેવામાં આવે છે, ત્યારે જે મનમાં આવે છે તે છે તેની ભાવુક આંખો અને તેનો ઉત્તમ અભિનય. સ્મિતા પાટિલની ઘણી ફિલ્મો ચાહકોને યાદ છે. સ્મિતાના ચાહકો માટે, એક સારા સમાચાર એ છે કે, 48 વર્ષ પછી સ્મિતાની પ્રખ્યાત ફિલ્મ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થશે. આ અંગે અમિતાભે ખુશી વ્યક્ત કરી હતી.

સ્મિતા પાટિલની ફિલ્મ 'મંથન' કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં, પ્રીમિયર થશે. શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત ફિલ્મ મંથનને વર્ષ 1976ની શ્રેષ્ઠ ફિલ્મોમાં, ગણવામાં આવે છે. આ ફિલ્મમાં સ્મિતા પાટીલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળ્યા હતા. સ્મિતાની ફિલ્મ 'મંથન' પ્રખ્યાત ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ માટે ગુજરાતના લગભગ 5 લાખ ખેડૂતોએ, પ્રત્યેકે 2 રૂપિયાનું યોગદાન આપ્યું છે.

અમિતાભ બચ્ચનને આ અંગેની માહિતી મળતા જ, તેમણે ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 'મંથન'નું પોસ્ટર શેર કરતા અમિતાભે લખ્યું કે, આ ખૂબ જ ગર્વની વાત છે કે, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનને સતત ત્રીજા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ બતાવવાની તક મળી રહી છે. શ્યામ બેનેગલની ફિલ્મ 'મંથન' આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં, પ્રીમિયર થશે. સ્મિતા પાટીલ અને અન્ય કલાકારોએ ભારતના શ્રેષ્ઠ ફિલ્મ વારસાને જાળવવા અને આ ફિલ્મોને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે જે કાર્ય કર્યું છે તે અદ્ભુત છે.”

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સુનીત / માધવી


 rajesh pande