સીબીઆઈ અને એનએસજી દ્વારા સંદેશખાલીમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન, જાણો શું મળ્યું
કોલકતા, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.). પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાંથી મોટી માત્રામાં બંદૂકો, દારૂગોળો
સીબીઆઈ અને એનએસજી દ્વારા સંદેશખાલીમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન, જાણો શું મળ્યું


કોલકતા, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.). પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાંથી મોટી માત્રામાં બંદૂકો, દારૂગોળો અને બોમ્બ મળી આવ્યા બાદ, આ વિસ્તાર ફરી એકવાર સમાચારોમાં છે. આ માટે સીબીઆઈની સાથે સેન્ટ્રલ ફોર્સ અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

એનએસજી કમાન્ડોએ, સંદેશખાલીમાં ખાસ ડિઝાઇન કરેલા રોબોટનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બોમ્બને રિકવર કરીને ડિફ્યુઝ કર્યા હતા. સીબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સર્ચ ઓપરેશન રાત્રે 10 વાગ્યા સુધી ચાલ્યું હતું. શાહજહાં શેખના નજીકના સંબંધી, અબુ તાલેબ મુલ્લાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઘર પણ એક ખાસ જગ્યા હતી. તે ચારે બાજુથી માછલી ઉછેરના તળાવોથી ઘેરાયેલું હતું અને મુખ્ય માર્ગથી સંપૂર્ણપણે કપાયેલું હતું. ત્યાં પહોંચવા માટે ઈંટનો પાતળો રસ્તો હતો. એકંદરે, કોઈને જલ્દીથી આ ઘર પર શંકા નહીં થાય અને બહુ ઓછા લોકો અહીં આવતા-જતા હશે.

સીબીઆઈ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 5 જાન્યુઆરીએ ઇડી અધિકારીઓ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન શાહજહાંના લોકોએ હુમલો કર્યો અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને ઇડી અધિકારીઓનો સામાન અને હથિયારો છીનવી લીધા. ત્યાંથી ઘણી સમાન વસ્તુઓ મળી આવી છે. અહીંથી શાહજહાંના ઘણા સચિત્ર ઓળખ કાર્ડ અને દસ્તાવેજો મળી આવ્યા છે.

સીબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, સર્ચ દરમિયાન ત્રણ વિદેશી રિવોલ્વર, એક ભારતીય રિવોલ્વર, પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાયેલી કોલ્ટ કંપનીની રિવોલ્વર, એક વિદેશી પિસ્તોલ, એક દેશી બનાવટની બંદૂક, 9 એમએમની 120 ગોળીઓ, પોઈન્ટ 45 કેલિબરની 50 કારતૂસ મળી આવી હતી. 120 કારતુસ, પોઈન્ટ 380ના 50 કારતુસ અને પોઈન્ટ 32ના આઠ કારતુસ મળી આવ્યા છે.

શુક્રવારે સીબીઆઈ અને એનએસજીના અધિકારીઓ દિવસભરની શોધખોળ બાદ, રાત્રે 9:54 કલાકે સંદેશખાલીના સરબેરિયા મલ્લીરપુરમાં અબુ તાલેબ મોલ્લાના ઘરેથી નીકળ્યા હતા. એનએસજીએ આ ઘરથી થોડા કિલોમીટર દૂર એકાંત સ્થળે રેતીની થેલીઓ વડે ચાર બોમ્બને નિષ્ક્રિય કર્યા હતા. આ પછી એનએસજી એ તેની સાથે અન્ય જપ્ત કરાયેલા હથિયારો સાથે લીધા છે.

હિન્દુસ્થાન સમાચાર/ઓમ પ્રકાશ/સંજીવ / ડો. હિતેશ


 rajesh pande