ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂ
ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર


નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 90 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ લગભગ 84 ડોલર પ્રતિ બેરલ છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21, ડીઝલ રૂ. 92.15, કોલકતામાં પેટ્રોલ રૂ. 103.94, ડીઝલ રૂ. 90.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બ્રાન્ડેડ ક્રૂડની કિંમત 0.49 ડોલર એટલેકે 0.55 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 89.50 ડોલર પર રહી. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.28 ડોલર એટલેકે 0.34 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 83.85 ડોલર પર સ્થિર છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande