પુત્રના જન્મ પછી ચિંતિત હતી સોનમ કપૂર, કહ્યું- મારું વજન 32 કિલો વધી ગયું હતું
નવી દિલ્હી, 27 એપ્રિલ(હિ. સ.) સોનમ કપૂર, બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી છે. પિતાના પગલે ચાલીને સોનમે પ
પુત્રના જન્મ પછી ચિંતિત હતી સોનમ કપૂર, કહ્યું- મારું વજન 32 કિલો વધી ગયું હતું


નવી દિલ્હી, 27 એપ્રિલ(હિ. સ.) સોનમ કપૂર, બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી છે. પિતાના પગલે ચાલીને સોનમે પણ અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. સાંવરિયા, નીરજા, પેડમેન, રાંઝના, વીરે દી વેડિંગ જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ, સોનમના કરિયરમાં પ્રેગ્નન્સીના કારણે બ્રેક લાગી ગઈ હતી. પરંતુ હવે તે પુનરાગમન કરવા માંગે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સોનમે પોતાની પ્રેગ્નન્સી વિશે કમેન્ટ કરી હતી.

સોનમે 2022માં પુત્રને જન્મ આપ્યો હતો પરંતુ તે પછી આઘાતમાં સરી પડી હતી. પ્રેગ્નન્સી બાદ સોનમનું વજન 32 કિલો વધી ગયું હતું, તેથી સોનમ ચિંતામાં હતી. સોનમે હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તેણે પ્રેગ્નન્સી પછીના સમયગાળા વિશે ટિપ્પણી કરી હતી. તેણીએ કહ્યું, મારું વજન 32 કિલો વધી ગયું છે. સાચું કહું તો, હું શરૂઆતથી જ ચિંતિત હતી. તમે બાળક સાથે એટલા જોડાઈ રહો છો કે તમે કસરત, તમારા શરીર, યોગ્ય આહારની અવગણના કરો છો. મને આ નુકસાન ભરપાઈ કરવામાં દોઢ વર્ષ લાગ્યું.

સોનમે કહ્યું, તમારા જીવનમાં બધું બદલાઈ જાય છે. તમારી સાથેના તમારા સંબંધો બદલાય છે. તમારી સાથેનો તમારા પતિનો સંબંધ પણ બદલાઈ જાય છે. તમારું શરીર બદલાઈ જાય છે. તમે તમારા શરીર વિશે ક્યારેય પહેલા જેવું અનુભવશો નહીં. મેં હમેશા મારી જાતને એવી રીતે જ સ્વીકારી છે, જેવી હું છું અને મેં એવું વિચાર્યું કે, મારે પણ મારી આ આવૃત્તિ સ્વીકારવી જોઈએ.

થોડા સમય પહેલા અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેને 16 મહિના લાગ્યા છે. સોનમનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સંજીવ / ડો. હિતેશ


 rajesh pande