ધારોલી રૂપનગર વચ્ચે અમરાવતી નદીના તૂટેલા પુલની 30 વર્ષ બાદ નવો બનાવવા સરકારમાં દરખાસ્ત કરાય
- 1994ની રેલમાં પુલ તૂટ્યો હતો ત્યારબાદ ત્રણ વખત ડાયવર્ઝન બનાવ્યું પરંતુ નવો બનાવવા કોઈ વિચાર જ ના ક
ધારોલી રૂપનગર વચ્ચે અમરાવતી નદીના તૂટેલા પુલની 30 વર્ષ બાદ નવો બનાવવા સરકારમાં દરખાસ્ત કરાય


ધારોલી રૂપનગર વચ્ચે અમરાવતી નદીના તૂટેલા પુલની 30 વર્ષ બાદ નવો બનાવવા સરકારમાં દરખાસ્ત કરાય


ધારોલી રૂપનગર વચ્ચે અમરાવતી નદીના તૂટેલા પુલની 30 વર્ષ બાદ નવો બનાવવા સરકારમાં દરખાસ્ત કરાય


- 1994ની રેલમાં પુલ તૂટ્યો હતો ત્યારબાદ ત્રણ વખત ડાયવર્ઝન બનાવ્યું પરંતુ નવો બનાવવા કોઈ વિચાર જ ના કર્યો.

-હિન્દુસ્થાન સમાચારમાં અમરાવતી નદીના તૂટેલા પુલની સમસ્યા પ્રકાશિત કરાતા આર એન્ડ બીએ 14.61 કરોડની દરખાસ્ત કરી.

ભરૂચ 28 એપ્રિલ ( હિ. સ ). ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં કેટલીએ નદીઓ ઉપરના પુલ તૂટેલા છે પરંતુ વર્ષો વીતી જવા છતાં પણ આ જર્જરીત અથવા તૂટી પડેલા પુલને બનાવવામાં આવતા નથી. જેને લીધે હજારો લોકોને નદીના આ છેડેથી સામે પાર જવામાં ખૂબ સમસ્યા અને મુશ્કેલીઓ પડે છે ત્યારે હાલમાં જ રૂપનગર અને ધારોલી વચ્ચે અમરાવતી નદીનો પુલ 30 વર્ષ પહેલા ભારે પુર આવતા તૂટી ગયો હતો ત્યારબાદ અમરાવતી નદીના પુલની નજીક ત્રણ વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝનના ખર્ચામાં પુલ બની જાય તેટલો ખર્ચો કર્યો હતો. આ સમસ્યા હિન્દુસ્થાન સમાચારમાં પ્રકાશિત કરતા રાજ્ય માર્ગ અને મકાન વિભાગ સફાળું જાગી જતા ગાંધીનગર સરકારમાં 14.61 કરોડની નવો પુલ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી હવે જોવું રહ્યું કે સરકાર આ દરખાસ્તરને ધૂળ ખવડાવે છે કે લોકોની સમસ્યાને પ્રાધાન્ય આપે છે.

વાલિયા તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદી પરનો ધારોલી રૂપનગર વચ્ચે 1994માં ભારે રેલ આવતા પુલ તૂટીને તણાઈ ગયો હતો તેવી જ રીતે ઇટકલા અને કેસરગામ વચ્ચેનો કીમ નદી પરનો પુલ વર્ષોથી તૂટી પડેલો છે અને ડહેલી કીમ નદીનો પુલ જર્જરીત થઈ જતા તે પણ ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને બંધ કરી દેવામાં આવ્યો છે. વર્ષોથી આ ત્રણેય પુલની સમસ્યા સ્થાનિકોને કનડી રહી છે પરંતુ સરકાર દ્વારા કે સરકારી આર એન્ડ બી વિભાગ દ્વારા કોઈ સઘન કામગીરી કરવામાં આવતી નથી જેને લઇ સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે.

ધારોલીના 20 ખેડૂતોની નદીના સામે કાંઠે વાલિયા તાલુકાના વાગલખોડ અને રૂપનગરગામની સીમમાં 200 એકર જમીનમાં ખેતી કરવા 25 કિલોમીટરનો ફેરવો પડે છે.તૂટેલા પુલની બાજુમાં ડાયવર્ઝન ત્રણ વાર બનાવ્યું ને ત્રણ વખત તૂટ્યું નવા પુલ જેટલો ખર્ચો કર્યો તોપણ આજે બિન ઉપયોગી બની ગયું છે .ધારોલી અમરાવતી નદીનો પુલ નહિ બનતા નેત્રંગ ,વાલિયા અને જીઆઈડીસી ઝઘડિયામાં મજૂરી કરવા જતાં લોકોને આર્થિક, શારીરિક અને માનસીક રીતે વાહન ચાલકો ત્રાસી ગયા છે .ધારોલી ગામના 3,000 લોકોએ વાલિયા ,અંકલેશ્વર અને સુરત જિલ્લામાં જવા માટે લિંભેટ થઈને ત્રણ કિલોમીટર ફરીને જવું પડે છે.ધારોલી પાટીયાથી ઝઘડીયા જીઆઈડીસી સુધીનો ડામરનો 6 મીટર પહોળો નવો રસ્તો અને પુલીયા બની ગયા પરંતુ એસ્ટીમેટમાં અમરાવતી નદીનો પુલ આવ્યો નહિ.જ્યારે આ સમસ્યા છેલ્લા 30 વરસથી હજારો લોકોને પડતી હતી ત્યારે હિન્દુસ્થાન સમાચારમાં આ અહેવાલ પ્રકાશિત કરાતા રાજ્ય આર એન્ડ બી ભરૂચ વિભાગ દ્વારા 14.61 કરોડના ખર્ચે અમરાવતી નદીનો પુલ બનાવવા સરકારમાં ગાંધીનગર દરખાસ્ત કરવામાં આવી છે જેથી ધારોલી તેમજ આજુબાજુના વાલિયા તાલુકાના ગામોના લોકોને આશાનું કિરણ દેખાય રહ્યું છે જેમને હવે નવો પુલ મળવાની સંભાવના વધી ગઈ છે

હિન્દુસ્થાન સમાચાર/અતુલ પટેલ/બિનોદ


 rajesh pande