પંચમહાલ લોકસભામાં ગોધરા ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ
ગાંધીનગર, 28 એપ્રિલ (હિ.સ.): કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટ
પંચમહાલ લોકસભામાં ગોધરા ખાતે સભા યોજાઈ


પંચમહાલ લોકસભામાં ગોધરા ખાતે સભા યોજાઈ


પંચમહાલ લોકસભામાં ગોધરા ખાતે સભા યોજાઈ


પંચમહાલ લોકસભામાં ગોધરા ખાતે સભા યોજાઈ


ગાંધીનગર, 28 એપ્રિલ (હિ.સ.): કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પંચમહાલ લોકસભા મતક્ષેત્રમાં ગોધરા ખાતે વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભાને સંબોધન કર્યું હતું. અમિતભાઈ શાહે રણછોડરાયજી મહારાજ, મહાકાળી માતા, ફાગવેલ ધામ, લોનેશ્વર મહાદેવ મંદિર, સત કૈવલ ધામને પ્રણામ કરી તેમના સંબોધનની શરૂઆત કરી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે ઘણા સમય બાદ ગોધરા આવ્યો છું. આપણે સૌ એ હમણાં જ રામનવમીના શુભ દિને અયોધ્યા ખાતે શ્રી રામના ભવ્ય મંદિરમાં રામલલ્લાના કપાળ પર સૂર્ય તિલક જોયું. પરંતુ આ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ગોધરા સ્ટેશન પર 60 કારસેવકોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું તે હુતાત્માઓને મનપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. આવનાર ચુંટણીમાં પંચમહાલ લોકસભાના ભાજપા ઉમેદવાર રાજપાલસિંહ જાદવના નામ સામે રહેલા કમળનાં નિશાન પર બટન દબાવીને આપેલો પ્રત્યેક મત નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવશે. નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાનો મતલબ એટલે ભારતના અર્થતંત્રને વિશ્વમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની ગેરંટી, 3 કરોડ ગરીબ બહેનોને લખપતિ દીદી બનાવવાની, 1 લાખ ગામમાં નાની ડેરી બનાવવાની, કાશ્મીરમાં આતંકવાદને સમાપ્ત કરવાની તેમજ મહત્વના અવકાશી મિશનો થકી અવકાશમાં તિરંગો લહેરાવવાની ગેરંટી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દેશના ગરીબ ઓબીસી, આદિવાસી અને દલિત નાગરિકોના જીવનમાં સુખાકારી આવે તે પ્રાથમિકતા સાથે કાર્ય કરનારી સરકાર છે.

અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, દેશ અને દુનિયાભરના કરોડો રામભકતો ભગવાન શ્રી રામના જન્મ સ્થાને ભવ્ય મંદિરના નિર્માણના પળની રાહ જોતા હતા તેની આપૂર્તિ શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળમાં થઈ છે. ભાજપે સ્થાપના દિનથી કહ્યું હતું, જે સ્થાને શ્રી રામનો જન્મ થયો છે, ત્યાં જ મંદિર બનશે. વોટબેંકની રાજનીતિ માટે કોંગ્રેસે રામ મંદિરનો 500 વર્ષ જૂનો પ્રશ્ન આઝાદી બાદ 70 વર્ષ સુધી લટકાવી રાખ્યો અને પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે અપાયેલું નિમંત્રણ પણ કોંગ્રેસે ઠુકરાવ્યું. કોંગ્રેસ સમાન નાગરિક સંહિતા (યુસીસી) નો વિરોધ કરે છે અને એક સમુદાય વિશેષના પર્સનલ લો ની તરફેણ કરે છે. ભાજપ અને નરેન્દ્રભાઇ મોદીની ગેરંટી છે કે દેશ બંધારણ અને સમાન કાયદા થી ચાલશે કોઈ પર્સનલ લો થી નહી. યુસીસી લાગુ કરવા ભાજપા પ્રતિબદ્ધ છે. કોંગ્રેસે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરી છે. 5 ઓગસ્ટ 2019 ના રોજ નરેન્દ્રભાઇ મોદીની સરકારે એક ઝાટકે કાશ્મીરમાંથી કલમ 370 કાઢી નાખી કાશ્મીરને સાચા અર્થમાં દેશ સાથે જોડ્યું છે. ભાજપની સરકારે ટ્રીપલ તલાક નાબૂદીનો કાયદો લાવી મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવાનું કાર્ય કર્યું છે.

અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસ ઓબીસી વિરોધી પાર્ટી છે, બક્ષીપંચ સમાજને અનામત આપવા અંગે રાજીવ ગાંધીએ વિરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓબીસી કમિશન બનાવી બક્ષીપંચ સમાજના સૌ ભાઈ બહેનોને સંવૈધાનિક માન્યતા આપવાનું કાર્ય કર્યું છે. ઓબીસીમાં સમાવિષ્ટ તમામ માટે કેન્દ્ર સરકાર હેઠળના તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં અનામત આપવાનું કામ ભાજપની સરકારે કર્યું છે. ભાજપાએ બક્ષીપંચ સમાજમાંથી દેશને પ્રથમ વડાપ્રધાન આપવાનું કાર્ય કર્યું છે. કોંગ્રેસ જુઠ્ઠાણાં ફેલાવનાર પાર્ટી છે. કોંગ્રેસ આદિવાસીઓમાં ભ્રમણા ફેલાવી રહી છે કે યુસીસી આવવાથી આદિવાસીઓના પરંપરાગત કાયદા સમાપ્ત કરવામાં આવશે. યુસીસીની એક પણ બાબતથી આદિવાસી ભાઈને અસર થવાની નથી. રાહુલબાબા કહે છે ભાજપને 400 સીટો આપશો તો અનામત હટાવી લેશે, બંધારણ બદલી કાઢશે. એસ. સી., એસ. ટી., ઓબીસીની અનામતને કોઈ હાથ પણ નહિ લગાવી શકે તે મોદીની ગેરંટી છે. છેલ્લા દશ વર્ષથી જનતાએ ભાજપને જનતાએ સ્પષ્ટ બહુમતી આપી છે પણ ભાજપે અનામત નથી હટાવી, કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવી, CAA નો કાયદો લાગુ કર્યો.

અમિત શાહે કહ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસના અનેક કાર્યો થયા છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી- મુંબઈ એકસપ્રેસ વે નો ભાગ પંચમહાલથી પસાર થાય છે, બાલાસિનોરમાં ડાયનોસોર પાર્કનું નિર્માણ, જિલ્લાને અડીને આવેલા પાવાગઢ ખાતે મહાકાળી માતાના શિખરબદ્ધ મંદિરનું નવનિર્માણ, રૂ.110 કરોડના ખર્ચે પાવાગઢ ફેઝ 1 અને ફેઝ 2 નું કાર્ય, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઈટ, 29 અમૃત સરોવર, ગોધરા મેડિકલ કોલેજ, ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોને આવાસ યોજના, ઉજ્જવલા યોજના, શૌચાલય નિર્માણ, નલ ને જલ યોજનાનો લાભ મળ્યો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2047 માં વિકસિત ભારતના સંકલ્પને લઈને આગળ વધી રહ્યા છે સમગ્ર ભારતનો વિકાસ ગુજરાતના વિકાસ મોડલ પર થશે. નરેન્દ્રભાઈ મોદીની પ્રધાનમંત્રી તરીકેની ત્રીજી ટર્મથી વિકસિત ભારતના મૂળિયા નાખવાનું કાર્ય થશે. છેલ્લા દશ વર્ષમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુપીએ સરકારના રૂ. 12 લાખ કરોડ થી વધુના ભ્રષ્ટાચારનો ખાડો ભર્યો છે. ભારતની 2047 માં દુનિયામાં નંબર વન દેશ બનાવવાના સંકલ્પ સાથે દેશના 140 કરોડ નાગરિકો ચટ્ટાનની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પાછળ ઉભા છે. અમિત શાહે 7 મી મે ના રોજ સુરક્ષિત, સમૃદ્ધ અને શક્તિશાળી દેશના નિર્માણ માટે નાગરિકોને ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરીને ભાજપા ઉમેદવારોને પ્રચંડ વિજય અપાવવા માટે આહવાન કર્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તકે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં લોકસભા ચુંટણી માટે દેશમાં ઉત્સાહજનક વાતાવરણ છે. 140 કરોડ દેશવાસીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અબ કી બાર, 400 પારના લક્ષ્યને સિદ્ધ કરવા અને નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત આશીર્વાદ આપવા પ્રતિબદ્ધ છે. ગુજરાતની ધરતીના પનોતા પનોતા પુત્રો શ્રી મહાત્મા ગાંધી- સરદાર પટેલે દેશને સ્વરાજ અપાવ્યું અને આજે આ જ ધરતીના પુત્રો મોદી- શ્રી શાહે તેને સુરજ્યમાં પરિવર્તિત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર પાસે સફળતાપૂર્વકની સેવાનો ટ્રેક રેકોર્ડ છે, સાથે આગળના 25 વર્ષનો રોડમેપ પણ છે. છેલ્લા દસ વર્ષમાં દેશના નાગરિકોએ વિકાસની રાજનીતિ અને પોલિટિક્સ ઓફ પર્ફોર્મન્સ જોયું છે. ભાજપા નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલે છે અને રાષ્ટ્રહિતને સર્વોપરી માને છે. ભારતને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે, રોકાણ અને નોકરીની સંખ્યા વધારવા માટે, દેશના દુશ્મનોમાં કાયમ ડર રહે તે માટે, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે, આત્મનિર્ભર ભારત માટે, વનબંધુ કલ્યાણ માટે, વિકસિત ભારતના નિર્માણ માટે ભાજપા જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ


 rajesh pande