આખરે 61 કલાક પછી શરૂ થયું, સોનુ સૂદનું વોટ્સએપ
નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ. સ.) એક્ટિંગ સિવાય બોલિવૂડના ફેમસ એક્ટર સોનુ સૂદ, પોતાની પર્સનલ લાઈફને કાર
ેહ્


નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ. સ.) એક્ટિંગ સિવાય બોલિવૂડના ફેમસ એક્ટર સોનુ સૂદ, પોતાની પર્સનલ લાઈફને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. દરમિયાન, સોનુ સૂદનું વોટ્સએપ અચાનક બંધ થઈ ગયું છે. સતત પ્રયત્નો પછી આખરે સોનુ સૂદનું વોટ્સએપ લગભગ, એક કલાક પહેલા કામ કરવાનું શરૂ કર્યું અને તેણે આ વિશેની એક સ્ટોરી પણ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે “આખરે વોટ્સએપ પાછું આવ્યું છે. મને 61 કલાકમાં 9483 સંદેશા મળ્યા, આભાર.”

તેણે ઈન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વીટર) જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કરીને આ અંગે ફરિયાદ કરી છે. જે દર્શાવે છે કે, તેના એકાઉન્ટમાંથી વોટ્સએપનો ઉપયોગ કરી શકાતો નથી. સ્ટોરી પર સ્ક્રીનશોટ શેર કરતા સોનુ સૂદે લખ્યું, “36 કલાક પછી પણ, મારું એકાઉન્ટ બંધ છે. તમારે આના પર સખત મહેનત કરવાની જરૂર છે. જરૂરિયાતમંદ લોકો મારા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, કૃપા કરીને તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો.’

આ પછી તેણે બીજી સ્ટોરી શેર કરી અને લખ્યું, “વોટ્સઅપ, વોટ્સએપ? 1000 થી વધુ જરૂરિયાતમંદ લોકો મદદ માટે, મારો સંપર્ક કરી રહ્યા છે. કૃપા કરીને તરત જ આમાં ધ્યાન આપો. મારું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે.” સોનુ સૂદે બંને સ્ટોરી પર વોટ્સએપને ટેગ કર્યું છે. જેથી એક્ટરની ફરિયાદ સીધી કંપની સુધી પહોંચી શકે. તે પોતાના સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઘણા જરૂરિયાતમંદ લોકો સોશિયલ મીડિયા દ્વારા તેમનો સંપર્ક કરે છે.

સોનુ સૂદ હાલમાં તેની આગામી ફિલ્મ 'ફતેહ'ની તૈયારીમાં વ્યસ્ત છે. આ એક્શન-થ્રિલર ફિલ્મથી તે, દિગ્દર્શક તરીકેની શરૂઆત કરશે. આમાં જેકલીન ફર્નાન્ડીઝ અને વિજય રાજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘ફતેહ’ સાયબર ક્રાઈમની ભયાનકતા પર આધારિત ફિલ્મ છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી


 rajesh pande