-VNSGU સુરત કક્ષાએથી બીએડ સેમ - 4ની પરીક્ષા લેવાય હતી. -યુનિવર્સિટીની પરીક્ષામાં બી.એડ્. કોલેજની
અંકલેશ્વર શહેરની એકમાત્ર સ્વામી નારાયણસ્વરુપ બી.એડ્. કોલેજનું ઉત્કૃષ્ટ 100 % પરિણામ.


-VNSGU સુરત કક્ષાએથી બીએડ સેમ - 4ની પરીક્ષા લેવાય હતી.

-યુનિવર્સિટીની પરીક્ષામાં બી.એડ્. કોલેજની તાલીમાર્થીનીઓએ મેદાન માર્યું.

-ભારતનું ભાવિ જેના આદર્શ નેતૃત્વ હેઠળ તૈયાર થવાનું છે તેવા રાષ્ટ્રહિત ભાવિ શિક્ષકોનું ઘડતર કોલેજ દ્વારા થઇ રહ્યું છે.

ભરૂચ 28 એપ્રિલ ( હિ. સ ). વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન સ્વામી નારાયણસ્વરુપ બી.એડ્. કોલેજ, સેમેસ્ટર - 4 નું ઝળહળતું 100 % પરિણામ આવતા ગુરુકુલ સંસ્થાના વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયાએ ભાવિ શિક્ષકોને અઢળક શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. યુનિવર્સિટી કક્ષાએથી લેવાયેલી પરીક્ષામાં 46ની સંખ્યામાં 46 પાસ થયા છે જેમાં સૌથી વધુ વિદ્યાર્થીનીઓ છે અને તાલીમાર્થીઓ ફર્સ્ટ ડિસ્ટીંક્શન સાથે ઉત્તીર્ણ થયા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે 96.10 % સાથે રાવલ કોમલબેન, દ્વિતીય ક્રમાંકે 94.30 % સાથે સોલંકી તેજસ્વી કુમારી તેમજ તૃતીય ક્રમાકે 94.10 % સાથે ક્રિષ્નન અક્ષિથા ઉતીર્ણ થયા હતા સાથે કોલેજનું ગૌરવ વધાર્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્યા દીપાબેન ભટ્ટ સહિત અધ્યાપકોએ તાલીમાર્થીઓને સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ

/બિનોદ


 rajesh pande