રાજપારડી ખડોલી નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિજય સંકલ્પ ચુંટણી સભા યોજાય .
-હાલની લોકસભાની ચુંટણીમાં ભાજપાનો 400 પાર બેઠકો જીતવાના સંકલ્પને સાકાર કરવા સહકાર માંગુ છું ભુપેન્દ્
રાજપારડી ખડોલી નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિજય સંકલ્પ ચુંટણી સભા યોજાય .


રાજપારડી ખડોલી નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિજય સંકલ્પ ચુંટણી સભા યોજાય .


રાજપારડી ખડોલી નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિજય સંકલ્પ ચુંટણી સભા યોજાય .


રાજપારડી ખડોલી નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિજય સંકલ્પ ચુંટણી સભા યોજાય .


રાજપારડી ખડોલી નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિજય સંકલ્પ ચુંટણી સભા યોજાય .


-હાલની લોકસભાની ચુંટણીમાં ભાજપાનો 400 પાર બેઠકો જીતવાના સંકલ્પને સાકાર કરવા સહકાર માંગુ છું ભુપેન્દ્ર પટેલ.

-ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં નરેન્દ્ર મોદી આદિવાસીઓની સાથે જ છે અમિત શાહ.

-ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાના પ્રચારાર્થે જાહેર સભાનું આયોજન.

-ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું, બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે .

-કોઈ ભૂલ કરશો તો અર્બન નક્સલ આવી જશે કહી આપ અને કોંગ્રેસને જુઠ્ઠાણાનું જોડાણ કહ્યું.

ભરૂચ 28 એપ્રિલ ( હિ. સ ). ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું મેદનીને સંબોધન. ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ, બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા. તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું.

લોકસભાની ચુંટણીનો માહોલ સમગ્ર દેશમાં પુરબહારમાં ખીલ્યો છે,ત્યારે ઘણા સ્ટાર પ્રચારકો અને મોટા નેતાઓ પોતાની પાર્ટીના ઉમેદવારની જીત માટે ચુંટણી સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાતની અન્ય બેઠકોની સરખામણીએ દક્ષિણ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ તો ભરૂચ લોકસભા વિસ્તાર લાંબા સમયથી ભાજપાનો ગઢ રહ્યો છે. ચંદુભાઇ દેશમુખના અવસાન બાદ ભાજપાએ મનસુખ વસાવાને ચુંટણી જંગમાં ઉતાર્યા હતા ત્યારથી લઇને મનસુખ વસાવા સતત છ ટર્મ ભરૂચના સાંસદ તરીકે ચુંટણી જંગ જીતતા આવ્યા છે. અને હાલ તેમની સાતમી ટર્મ માટે પસંદગી થઇ તે એક રીતે જોવા જઇએ તો તેમનું જમા પાસું કહેવાય ! વર્ષોથી કોંગ્રેસના ઉમેદવાર સામે ચુંટણી જંગ લડતા મનસુખ વસાવા અત્યારે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા સામે ચુંટણી જંગમાં છે. ચૈતર વસાવા ગત વિધાનસભાની ચુંટણીમાં ડેડીયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચુંટણીનો મુકાબલો જીતીને પ્રબળ લોકચાહના મેળવવામાં સફળ થયા હતા.

આજરોજ રાજપારડી નજીકના ખડોલી ખાતે મનસુખ વસાવાના ચુંટણી પ્રચાર માટે યોજાયેલ જાહેર સભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ,કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્ર પટેલે હાલની લોકસભાની ચુંટણીમાં ભાજપાનો 400 બેઠકો જીતવાના સંકલ્પને સાકાર કરવા સહુનો સહકાર માંગીને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સહુને અપીલ કરી હતી. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભાજપા સરકાર દ્વારા રામ મંદિરના નિર્માણનું તેમજ કલમ ૩૭૦ હટાવવાના વચનને પુર્ણ કરાયું હોવાની વાતનો ઉચ્ચાર કરીને કોંગ્રેસ અને આપને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી. ભાજપા દ્વારા આદિવાસી દ્રૌપદી મુર્મુને મહામહિમ રાષ્ટ્રપતિ બનાવાયા તે વાત યાદ કરીને આદિવાસી સમાજને સન્માનિત કર્યા હોવાનો ઉચ્ચાર કર્યો હતો. ઉપરાંત ભાજપા દ્વારા કેન્દ્રીય કેબિનેટમાં અલગ આદિજાતિ મંત્રાલય બનાવીને આદિવાસીઓના વિકાસ માટે સરકાર કટિબધ્ધ હોવાની વાત દોહરાવી હતી.તેમજ આરોગ્ય બાબતે દેશના નાગરીકો માટે વિકસાવાયેલ સુવિધાનો ઉચ્ચાર કર્યો હતો.

કાશ્મીરમાંથી આપણે 370 ની કલમ હટાવી દીધી ત્યાં કોંગ્રેસ પોતાની વોટ બેંક માટે 70 વર્ષથી દત્તક છોકરાની જેમ તેને રમાડી રહી હતી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસને આમંત્રણ અપાયું હતું પરંતુ કોંગ્રેસ તેની વોટ બેંક સાચવવા દૂર રહી હતી. ત્યારે રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે ના જાય તેની જોડે ભરૂચે રહેવાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો.અંતે અમિત શાહે ભરૂચવાસીઓને ચૂંટણીમાં ભૂલ ન કરતા બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે તેમ કહી તેઓ ચૈતર એન્ડ કંપનીને જાણતા હોવાની ટકોર પણ કરી હતી.

જોકે આજરોજ ઝઘડિયાના રાજપારડી નજીક ખડોલી ગામ ખાતે યોજાયેલ ભાજપાના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જાહેર સભામાં કોંગ્રેસને હાથો બનાવીને આક્ષેપ કરાયો હતો કે કોંગ્રેસ એક સમુદાયને અનામત આપવાની વાત કરે છે,પરંતું ધર્મ આધારિત અનામત કોઇ સંજોગોમાં ચલાવાશે નહિ.રાજપારડી નજીક જીએમડીસી તરફથી નજીકના ગામોને સુવિધાઓ અપાય છે એવી વાત આ સભા દરમિયાન થઇ પરંતું રાજપારડી જીએમડીસી વિસ્તારના ઘણા ગામો જરુરી સુવિધાઓથી વંચિત હોઇ વારંવાર લેખિત રજુઆતો કરવી પડતી હોય છે,એવી વાસ્તવિકતા આ તબક્કે ભુલાઇ હતી ! જ્યારે આદિવાસી વિસ્તારમાં આગળના સત્તાધીશો પર ખંડણી લેવાનો આક્ષેપ કરાયો જ્યારે હાલ પણ ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં અવારનવાર થતી જુથ અથડામણો તેમજ કેટલીક કંપનીઓ દ્વારા જવાબદારો સામે કરાતી ફરિયાદો બાબતે આંખ આડા કાન કરાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

ગૃહ મંત્રીની જાહેર સભા અગાઉ ક્ષત્રિય આગેવાનોને નજરકેદ કરાતા ચકચાર

હાલમાં લોકસભાની ચુંટણી ટાણે ભાજપા અગ્રણી અને લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિષે કરેલ કથિત અયોગ્ય નિવેદનને પગલે ઠેરઠેર ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ભાજપા નેતાગીરી સામે જંગે ચડ્યો છે,ત્યારે આજરોજ ઝઘડિયાના રાજપારડી નજીક ખડોલી ગામે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જાહેર સભા પહેલા તાલુકાના વિવિધ ગામોના ક્ષત્રિય અગ્રણીઓને પોલીસ દ્વારા નજરકેદ કરાયા હોવાની વાતો સામે આવી હતી. જોકે સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા આ મુદ્દે કોઇ જવાબદાર નિવેદન આપવાને બદલે મૌન ધારણ કર્યા જેવી સ્થિતિ સર્જાતા આ બાબતે પણ આશ્ચર્ય ફેલાયું હતું.

આ સભામાં હજારોની સંખ્યામાં ભાજપના અગ્રણીયો, કાર્યકરો,સહિતની જંગી મેદની ઉમટી પડી હતી અને આ સભામા બંદોબસ્ત માટે પોલીસ વિભાગ દ્વારા અંદાજે 1 રેન્જ આઈ.જી., 1 એસ.પી,5 ડી.વાય.એસ. પી.,16 પી.આઈ.,38 પી.એસ.આઇ.,312 પોલીસના જવાનો,147 મહિલા પોલીસ,34 જી.આર.ડી. ના જવાનો ઉપસ્થિત રહ્યાં હતા સભા પૂર્ણ થયા બાદ ભારે ગરમી વચ્ચે પોલીસને ટ્રાફિકનું સંચાલન કરવામાં પરસેવો પડી ગયો હતો.

વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોષ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડી.કે.સ્વામી, અક્ષય પટેલ, મહામંત્રીઓ નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસંગ ગોહિલ, પૂર્વ આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ

/બિનોદ


 rajesh pande