સેંબલપાણી, દાંતાપાલનપુર, લાટોલ, લાખણી, મોટાસડા, સહિતના અનેક સ્થળોએ મતદાન જાગૃતિ માટે સુંદર પ્રયાસ
અંબાજી,28 એપ્રીલ, (હિ.સ ) લોકસભા સામાન્ય ચુંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આગામી ૭ મેના રોજ મતદાન થવ
)સેંબલપાણી, દાંતાપાલનપુર, લાટોલ, લાખણી, મોટાસડા, સહિતના અનેક સ્થળોએ મતદાન જાગૃતિ માટે સુંદર પ્રયાસ


)સેંબલપાણી, દાંતાપાલનપુર, લાટોલ, લાખણી, મોટાસડા, સહિતના અનેક સ્થળોએ મતદાન જાગૃતિ માટે સુંદર પ્રયાસ


)સેંબલપાણી, દાંતાપાલનપુર, લાટોલ, લાખણી, મોટાસડા, સહિતના અનેક સ્થળોએ મતદાન જાગૃતિ માટે સુંદર પ્રયાસ


અંબાજી,28 એપ્રીલ, (હિ.સ ) લોકસભા સામાન્ય ચુંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આગામી ૭ મેના રોજ મતદાન થવાનું છે.લોકશાહીના મહા પર્વમાં દરેક નાગરિક પોતાની ભાગીદારી નોધાવી શકે અને વધુમાં વધુ મતદાનનો સંકલ્પ પૂર્ણ થઈ શકે એ માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.

સ્વીપ નોડલ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને સ્વીપ ટીમ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે દાંતા તાલુકાના સેંબલ પાણી, પાલનપુર, દલાટોલ, લાખણી, મોટા સડા, સહિત વિવિધ બુથ સ્થળોએ તમારા મતદાન મથકને જાણો, ચુનાવ પાઠશાળા અને આપણું બુથ સ્વચ્છ બુથ જેવા કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના થકી લોકો મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.

દાંતાની સ્વીપ ટીમ દ્વારા મોટાસડા બુથ પર ચુનાવ પાઠશાળા કાર્યક્ર્મ યોજી લોકોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. જેમાં મોટસડા પ્રા.શાળા અને આંગડવાડી સ્ટાફગણનો પુરો સહયોગ રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્ર અગ્રવાલ


 rajesh pande