આગામી 1 મે ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ડીસા ખાતેના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નો ફ્લાય ઝોન જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
અંબાજી,28 એપ્રીલ, (હિ.સ ) ભારતના વડાપ્રધાનશ્રી બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ડીસા ખાતે
આગામી 1 મે ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ડીસા ખાતેના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નો ફ્લાય ઝોન જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું


અંબાજી,28 એપ્રીલ, (હિ.સ ) ભારતના વડાપ્રધાનશ્રી બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ડીસા ખાતે પધારનાર હોઈ આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણો નો ગેરલાભ લઈ મહાનુભાવોશ્રીની તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

આથી વરૂણકુમાર બરનવાલ જિલ્લા મેજિસ્ટ્રેટ, બનાસકાંઠા-પાલનપુર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને- ૧૯૭૩ (૧૯૭૪ ના નં ૨ ની ) કલમ -૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે જણાવેલ સમયે મહાનુભાવોશ્રી અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ નાણી એરફોર્સ સ્ટેશન, તા.લાખણી તથા ડીસા અરેસ્ટ્રીપ, તા.ડીસા અને સભા સ્થળથી ૧ કિ.મી. ત્રિજ્યાના વિસ્તારમાં નો ફ્લાય ઝોન” જાહેર કરેલ છે.

જે દરમ્યાનમાં રીમોન્ટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ક્વાડ કોપ્ટર , પાવર્ડ એરક્રાફ્ટ , તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ , હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર , પેરા મોટર તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ ચલાવવાની/ કરવા ઉપર પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.

ઉક્ત હુકમ તા.૦૧/૦૫/૨૦૨૪ ના (એક દિવસ) માટે સવારના ૦૭-૦૦ કલાકથી ૨૦-૦૦ કલાક સુધી અમલમાં રહેશે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળો દ્વારા ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ કરવા આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્ર અગ્રવાલ


 rajesh pande