જો આ લોકો મને રહેવા દે તો હું, કાર્યકર રહેવા માંગુ છું...: અરવિંદર સિંહ લવલી
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે (સોમવાર) અરવિ
કોઈ


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે (સોમવાર) અરવિંદર સિંહ લવલીએ કહ્યું છે કે,” જે રીતે કરવામાં આવી રહ્યું છે તે રીતે તેઓ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરી શકતા નથી.”

તેમણે એમ પણ કહ્યું કે,” જે રીતે તેમની વિરુદ્ધ નિવેદનો થઈ રહ્યા છે. કોંગ્રેસના પ્રભારી અને આમ આદમી પાર્ટીના લોકો, જે નિવેદનો આપી રહ્યા છે તેનાથી તેઓ દુ:ખી છે.” તેણે આગળ કહ્યું, જો આ લોકો મને રહેવા દે તો, હું કાર્યકર જ રહેવા માંગુ છું.

સોમવારે મીડિયા સાથે વાત કરતા અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે,” જો કોંગ્રેસ કામ કરાવા માંગતી નથી તો અલગ વાત છે પરંતુ, જો તેઓ અનુમતિ આપે તો, તેઓ કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરવા તૈયાર છે.”

લવલીએ કહ્યું કે,” પ્રદેશ કોંગ્રેસ સમિતિની ગરિમા હેઠળ ઉમેદવારોની જાહેરાત કરતા પહેલા, ઓછામાં ઓછી અનૌપચારિક માહિતી આપવી જોઈતી હતી, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.”

તેમણે વધુમાં કહ્યું કે,” મેં ક્યારેય કહ્યું નથી કે, હું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું. રાજીનામું આપવાનું મુખ્ય કારણ એ છે કે, તેઓ પોતાનું 100 ટકા આપી શકતા નથી.”

ઉલ્લેખનીય છે કે, અરવિંદર સિંહ લવલીએ એક દિવસ પહેલા જ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે, અરવિંદર લવલી હવે ભાજપમાં જોડાઈ શકે છે.

તેમણે પોતે સ્પષ્ટ કર્યું છે કે,” તેઓ કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા નથી. ડેમેજ કંટ્રોલ કરતી વખતે કોંગ્રેસ તરફથી એક નિવેદન પણ આવ્યું કે, “અરવિંદર સિંહ લવલીએ, પાર્ટીમાંથી નહીં પણ પદ પરથી રાજીનામું આપ્યું છે.” આ પછી લવલીએ આજે મીડિયામાં આ નિવેદન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / બિરંચી સિંહ / અનુપ / ડો હિતેશ


 rajesh pande