નર્મદા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઘરે-ઘરે જઈને મતદાન જાગૃતિ અંગેનો પ્રયાસ
રાજપીપલા/અમદાવાદ,29 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમિયન મહત્તમ મતદાન થાય તેના માટે જા
A door to door voting awareness effort by students of various schools in Narmada district


રાજપીપલા/અમદાવાદ,29 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમિયન મહત્તમ મતદાન થાય તેના માટે જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે. નર્મદા જિલ્લામાં 21-ઉટાઉદેપુર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ 148 નાંદોદ વિધાનસભા અને 22-ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ 149- દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં હાલમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો પુરજોશમાં ચાલી રહ્યા છે.

આગામી 7 મેના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયા, TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન તેમજ સ્વીપ એક્ટિવિટી નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેની રાહબરીમાં સ્વીપ એક્ટિવિટી મતદાન જાગૃતિ અભિયાને વેગ પકડ્યો છે.

લોકસભા ચૂંટણી-2024 સ્વીપ અંતર્ગત નર્મદા જિલ્લાનાં પ્રતાપ વિદ્યાલય નવા રાજુવાડીયા સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઘરે-ઘરે જઈને મતદાન જાગૃતિ અંગેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘરના દરેક સભ્યો સો ટકા મતદાન કરે તે માટે શાળાનાં આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા મતદાનનું મહત્વ સમજાવી સૌને જાગૃત કરવામાં આવ્યા હતાં. સાથે વિવિધ ગામોમાં વાલી મિટીંગ, મતદાન જાગૃતિની થીમ સાથે રંગોળી સ્પર્ધા, પોસ્ટરો સહિત રેલીઓ યોજીને મતદાતાઓને સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં જાગૃતિ કાર્યક્રમમા મતદાતાઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande