મતદારોની મૂંઝવણો દૂર કરવા માટેની અનોખી પહેલ, એટલે Know Your Polling Station કેમ્પેઈન
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના 634 મતદાન મથકોમાં Know Your Polling Station કેમ્પેઈન યોજાયું - 15 હજારથી
Know your Polling Station campaign 


- દેવભૂમિ દ્વારકા જિલ્લાના 634 મતદાન મથકોમાં Know Your Polling Station કેમ્પેઈન યોજાયું

- 15 હજારથી વધુ મતદારોએ કેમ્પેઈનમાં સહભાગી થઈ વિવિધ જાણકારી મેળવી

દ્વારકા/અમદાવાદ,29 એપ્રિલ (હિ.સ.) દેવભૂમિ દ્વારકા Know Your Polling Station કેમ્પેઈન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 634 મતદાન મથકો પર મતદારોને મૂંઝવતી બાબતે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ કેમ્પેઈનમાં 15 હજારથી વધુ મતદારો સહભાગી બન્યા હતા. ઉપરાંત ચુનાવ પાઠશાળાના માધ્યમથી મતદાન જાગૃતિ કરવામાં આવી હતી.

ઘણી વખત મતદાન મથકનું સ્થળ ખબર ન હોવા ના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા અને એકથી વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે, તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મૂંઝવણ અનુભવતા હોય છે. ત્યારે આ માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા Know Your Polling Station કેમ્પેઈનના માઘ્યમથી આ પ્રકારની મતદારોની તમામ મૂંઝવણો બુથ લેવલ ઓફિસર સહિતના કર્મચારીઓ દ્વારા દૂર કરવામાં આવી હતી.

ઉપરાંત મતદારોને મતદાન મથક ખાતે પ્રાપ્ય સુવિધાઓની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ મતદાન મથકો પર જરૂરી નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે 14 સખી મતદાન મથકો, 2 PwD મથદાન મથકો, 2 આદર્શ મતદાન મથકો તથા 1 યુવા સંચાલિત મતદાન મથક પર પણ આજ પ્રકારે Know Your Polling Station કેમ્પેઈન હાથ ધરાયું હતું. આમ જુદા જુદા મતદાન મથકો અને મતદાન પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande