અરિજીત સિંહે, લાઈવ કોન્સર્ટમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની માફી માંગી
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ. સ.) માહિરા ખાન પાકિસ્તાની એક્ટ્રેસ હોવા છતાં દુનિયાભરમાં તેના ચાહકો છે. હ
સોપગીો


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ. સ.) માહિરા ખાન પાકિસ્તાની એક્ટ્રેસ હોવા છતાં દુનિયાભરમાં તેના ચાહકો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં માહિરા ખાન દુબઈમાં છે અને બોલિવૂડ સિંગર અરિજીત સિંહના કોન્સર્ટની, મજા લેતી જોવા મળે છે. આ કોન્સર્ટમાં અરિજીત સિંહે ફિલ્મ રઈસનું ગીત 'જાલિમા' ગાયું હતું. તેમાં માહિરા અને શાહરૂખ હતા. આ વાયરલ વીડિયોમાં અરિજીત સિંહ, માહિરા ખાનની માફી માંગતો જોવા મળી રહ્યો છે.

લાઈવ કોન્સર્ટમાં અરિજીત સિંહે પાકિસ્તાની એક્ટ્રેસને, પહેલી નજરમાં ઓળખી ન શકવા બદલ માફી માંગી હતી. વીડિયોમાં અરિજીત સિંહ કહે છે, 'તમે વિચારતા જ હશો... શું આપણે અહીં કેમેરાને થોડો ખસેડી શકીએ? હું આ વ્યક્તિને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પછી મને યાદ આવ્યું કે, મેં તેના માટે ગીત ગાયું હતું. મિત્રો, માહિરા ખાન મારી સામે છે અને હું તેનું ગીત, 'જાલિમા' ગાઈ રહી છું. તેઓ સામે ઉભા છે, પરંતુ તેમને જોયા પછી તેઓ ઓળખી શક્યા નથી. 'મને માફ કરજો મેમ, અહીં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.'

વીડિયોમાં માહિરા ખાન બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાની બિઝનેસમેન સલીમ કરીમ સાથે, લગ્ન કર્યા હતા. હાલમાં જ તેની પ્રેગ્નન્સીના સમાચાર પણ હેડલાઇન્સમાં હતા. માહિરા ખાને 'હમસફર', 'બિન રોયે', 'હમ કહાં સે સાચે' જેવા ઘણા લોકપ્રિય પાકિસ્તાની શો કર્યા છે. ત્યારબાદ તેણે 2016માં ફિલ્મ 'રઈસ' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તે કિંગ ખાન શાહરૂખ સાથે જોવા મળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી


 rajesh pande